SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧} ] જ્ઞાનાંજલિ સુધી આપણા સામે બીજી પ્રાચીન પ્રતિ। ન હાય ત્યાં સુધી એ વકગ્રંથ કેવા હોવા જોઈ એ, એના નિર્ણય કરવાનું કામ ઘણું કઠિન છે. અત્યારના પ્રચલિત વ કથના મૌલિકપણા વિષે શંકાને સ્થાન છે; તે છતાં એટલું ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક છે કે પ્રચલિત સ્વપ્નવિષયક વ કમ્ર થ અર્વાચીન હેાય તેપણ તે અનુમાન હજાર વર્ષથી અર્વાચીન તે નથી જ. આ ઉપરાંત ઇન્દ્ર, ગર્ભાપહાર, અદૃશાલા, જન્મ, પ્રીતિદાન, દીક્ષા, કેવલજ્ઞાન, ચાતુર્માંસ, નિર્વાણ, કૃમિ આદિવિષયક સૂત્રપાઠ અને વર્ણ કમ્ર ંથના અસ્તિત્વની સાક્ષી તેા ચૂર્ણિકાર પતે પણ આપે છે. એ પછીનાં જિનચરિતા કે જેમાં ત્રેવીસ જિનેશ્વરાનાં ચરિત્ર અને અંતરા વિષેનાં સૂત્રપાઠને સમાવેશ થાય છે, તેની તથા ગણધરાદિ સ્થવિરેાની આવલી અને સામાચારીત્રંથ હાવાની સાક્ષી નિયુક્તિકાર અને ચૂર્ણિકાર એમ બન્નેય સ્થવિરેશ પુરિમન્નરિમાળ ઘ્વો નિ. ગા. ૬૨ અને તેની ચૂર્ણિ દ્વારા આપે છે. ગણધરાદિ સ્થવિરેની આવલી આ કલ્પસૂત્રમાં જે રૂપે જોવામાં આવે છે તેવી અને તેટલી તેા ચતુર્દશપૂધર ભગવાન શ્રી આ ભદ્રબાહુરવામિપ્રણીત કલ્પસૂત્રમાં હાઈ જ ન શકે. એટલે જ્યારે પ્રસ્તુત કલ્પસૂત્રને અથવા આગમાને પુસ્તકારૂઢ કરવામાં આવ્યાં, તે જમાનાના વિરાએ એ ઉમેરેલી છે, એમ કહેવું એ જ સવિશેષ ઉચિત છે. આમ છતાં એક પ્રશ્ન તે આપણા સામે આવી ઊભેા જ રહે છે કે, આજની અતિ અર્વાચીન અર્થાત્ સાળમા-સત્તરમા સૈકામાં લખાયેલી, પ્રતિમાં જે સ્થવિરાવલી જોવામાં આવે છે, એ કયાંથી આવી ? કારણ કે ખભાત, અમદાવાદ, પાટણ, જેસલમેર વગેરેની સખ્યાબંધ તાડપત્રીય પ્રતિએ તપાસી, તેમાંથી મને પાછળના રવિરાને લગતી સ્થવિરાવલી કાઈ પણ પ્રતિમાંથી મળી નથી. આમ છતાં એમ માનવાને તે આપણું મન જરાયે કબૂલ નથી થતું કે એ અંશ નિરાધાર હાય ! એટલે આ વિષે ચાકસાઈભર્યુ અન્વેષણ કરવાની આપણી ફરજ ઊભી જ રહે છે. : આટલું વિચાર્યા બાદ સામાચારી આવે છે. તેમાં શરૂઆતનાં પર્યુષણાવિષયક જે સૂત્રો છે તે પૈકી સૂત્રાંક ૨૭૧માં ગતરાવિયસે વ્ર, નો તે વ્વરૂ તં ળ કવાયળાવિત્ત! આ પ્રમાણે જે સૂત્રાંશ છે તે ૫'ચમીની ચતુર્થી કરાઈ તે પછીનેા છે, એમ આપણને સ્વાભાવિક જ લાગે છે. આ સુત્રાંશને આપણે કેવા અર્થ કરવા જોઈએ અને ઉત્સ-અપવાદની મર્યાદાને લક્ષમાં રાખીને એની સંગતિ કેવી રીતે સાધવી જોઈ એ ?-એ વિચારવા જેવી બાબત છે. મને લાગે છે, અને ઉત્સર્ગીઅપવાદની મર્યાદાને મારી અલ્પબુદ્ધિએ હું સમજ્યું શ્રુ ત્યાં સુધી “ સંવત્સરીપર્વની આરાધના કારણસર ભાદ્રપદ શુદિ પચમી પહેલાં થઈ શકે, પરંતુ તે પછી નહિ આ વચન સ્થવિર ભગવતે તે સમયની મર્યાદાને લક્ષીને જ જણાવ્યું છે; પરંતુ તેટલા માત્રથી ઉત્સ-અપવાદની મર્યાદા જાણનાર ગીતાર્થેŕએ આ સૂત્રને સદા માટે એકસરખું વ્યાપક કરવુ ન જોઇ એ. અર્થાત્ ભગવાન શ્રી કાલકા સમક્ષ જે પ્રકારના પ્રસંગ ઉપસ્થિત થયા. તે જ પ્રકારને તેથી ઊલટા પ્રસંગ કોઈ સમ ગીતા સમક્ષ આવી પડે તેા તે, પંચમી પછી પણ સંવત્સરીની આરાધના કરીને આરાધક થઈ શકે અને ખીજાઓને પણ આરાધક બનાવી શકે. અને તેમ કરવામાં તે ગીતા સૂત્રાત્તાને અને ઉત્સ’અપવાદની મર્યાદાને સંપૂર્ણ રીતે આરાધે છે, એમ આપણે સમજવું જોઈ એ. >> આ ઉપરાંત સામાચારીનું વ્યાખ્યાન સંક્ષેપમાં નિયુક્તિકારે અને સમગ્રભાવે ચૂર્ણિકારે કરેલ હોવાથી તેના અસ્તિત્વની પ્રાચીનતા સ્વયંસિદ્ધ છે, એટલે એ વિષે મારે ખાસ વધારે કહેવા જેવુ કશુ જ રહેતુ` નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy