________________
૧૧૪ ]
જ્ઞાનાંજલિ
સૂચક તરીકે , 8 કે 1, અક્ષર વાપરવામાં આવ્યો છે. તાડપત્રીય પ્રતિઓમાં એક બાજુ આ અક્ષર દ્વારા જ પત્રાંક સૂચવવામાં આવે છે. જેમને આ અક્ષરાંકનું જ્ઞાન નથી હોતું તે આવા અક્ષરકેને ગ્રંથમાંના ચાલુ પાઠના અક્ષર તરીકે માની લેવા કે અર્થ સંગતિ કરવા પ્રયત્ન કરે છે અથવા એ અક્ષરકેને નકામા સમજી કાઢી નાખે છે. આ અક્ષરનું જ્ઞાન પાછલા જમાનામાં વીસરાઈ જવાને લીધે ગ્રંથમાં ઘણા ગોટાળા થયા છે અને પ્રતિઓનાં પાનાં અસ્તવ્યસ્ત રીતે લખાઈ ગયાં છે, જેની માઠી અસર આપણે પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવાન શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજના અનુયોગ દ્વારચુર્ણિ આદિના સંપાદન અને સંશોધનમાં જોઈ શકીએ છીએ. પૂજ્યપાદશી સમક્ષ આદર્શો અસ્તવ્યરત આવ્યા અને તેઓ વધારે પ્રત્યુત્તર મેળવવાની આવશ્યકતા નહોતી ગણતા, એટલે ઉપરોક્ત અસરનું પ્રતિબિંબ તેમના સંપાદનમાં આવી જ જાય, એમાં શંકાને સ્થાન જ ન હોય. આ તો થઈ સંક્ષિપ્ત પાઠોની વાત. હવે આપણે બેવડાયેલા પાઠે વિષે જોઈએ—
કલ્પસૂત્રમાં આર્ષ સુત્ર પદ્ધતિ હોવાને લીધે સ્થાને સ્થાને કેટલીક વાર પાઠનો બેવડ ઉચ્ચાર કરવાનો હોય છે; આ સ્થળે તેને કેટલીક વાર ટૂંકાવવામાં આવે છે. આ ટૂંકાવવાને ક્રમ કઈ પણ પ્રતિમાં આદિથી અંત સુધી એકધારે નથી; જેમ કે વા નાણુ ઝુ, વા નાણું વિત્ત આ પાઠને કોઈ પ્રતિમાં વા ના[ , વારત્તા આમ લખેલું હોય છે, તો કોઈ પ્રતિમાં ગ્રામ
[ ૩ , ૨ તા એમ લખેલે છે, જ્યારે કોઈ પ્રતિમાં વા૫ ના રે, ૨ વિત્ત એમ લખેલું છે. મેં પ્રથમથી જ જણાવી દીધું છે કે મારા સંપાદનમાં એક પ્રતિને મુખ્ય તરીકે સ્વીકારીને હું ચાલ્યો છું, એટલે હું આશા રાખું છું કે મારા સંપાદન દ્વારા આ બધી વિવિધતા સહેજે જ વિદ્વાનના ખ્યાલમાં આવી જશે. અને એથી આવા વિવિધ અને વિચિત્ર પાઠભેદને મેં જતા કર્યા છે.
કપસૂત્ર શું છે? પ્રસ્તુત કલ્પસૂત્ર, એ કઈ સ્વતંત્ર સૂત્ર છે કે કોઈ સૂત્રનો અવાન્તર વિભાગ છે?'—એ વિષે વેતાંબર જૈન શ્રીસંઘમાં–જેમાં સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘનો પણ સમાવેશ થાય છે – ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતા ચાલુ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘ–જેમાં દરેકેદરેક ગોને સમાવેશ થાય છે–એકીઅવાજે એમ કહે છે અને માને છે કે, કલ્પસૂત્ર એ કઈ સ્વતંત્ર ગ્રંથ નથી, નવીન ગ્રંથ નથી, પરંતુ દશાશ્રતધ નામના છેદઆગમને આઠમાં અધ્યયન તરીકેનો એક મૌલિક અને પ્રાચીનતમ વિભાગ છે, અને તેના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી છે; જ્યારે સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘે, દશાશ્રુતસ્કંધસૂત્રની કેટલીક પ્રાચીન કરતલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત આઠમા અધ્યયનરૂપ કહપસૂત્રની અતિસંકિસ વાચનાને જોઈને, એમ માની લે છે કે, ચાલુ અતિવિરતૃત કલ્પસૂત્ર એ એક નવું સૂત્ર છે. આ બન્નેય માન્યતા અંગે પ્રામાણિક અને સ્પષ્ટ સમાધાન અને ઉત્તર મેળવવાના સબળ સાધન તરીકે આપણે સામે દશાશ્રુતસ્કંધત્રની નિર્યુક્તિ અને એ સૂત્ર ઉપરની ચૂર્ણિ, કે જે નિર્યુક્તિગ્રંથને આવરીને રચાયેલી છે, એ બે છે. આ નિર્યુક્તિ અને ચૂણિ એ બન્નેય કલ્પસૂત્ર ઉપરના વ્યાખ્યાગ્રંથ છે. નિયુક્તિ ગાથારૂપે–પદ્યરૂપે પ્રાકૃત વ્યાખ્યાગ્રંથ છે. નિર્યુક્તિ કે જે સ્થવિર આર્યભદ્રબાહુ સ્વામી વિરચિત છે, અને ચૂર્ણિ કે જેના પ્રણેતા કોણ?
—એ હજુ સુધી જાણવામાં નથી આવ્યું, તે છતાં આ બન્નેય વ્યાખ્યાગ્રંથે ઓછામાં ઓછું સોળસો વર્ષ પૂર્વેની રચનાઓ છે, એમાં લેશ પણ શંકાને અવકાશ નથી. કલ્પસૂત્ર ઉપરના આ બન્નેય વ્યાખ્યાગ્રંથો કે જે વ્યાખ્યા મેં પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે સંશોધન કરીને સંપાદિત કર્યા છે, તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org