SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કદપસૂત્ર [ ૧૧૧ લઈ મૌલિક પાઠોની નજીકમાં આવી શકે તેવી આવૃત્તિ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે અને તે સાથે વિવિધ પાઠભેદ અને પ્રત્યુત્તરોની નેંધ પણ તે તે સ્થળે આપી છે. શ્રી ચૂર્ણિકાર ભગવાન સામે જે કેટલાક પાઠ હતા, તે આજની અમે તપાસેલી સંખ્યાબંધ પ્રતિઓ પૈકી કોઈપણ પ્રતિમાંથી મળી શક્યા નથી. પિનકકાર શ્રી પૃથ્વીચન્દ્રસૂરિ પણ કેટલીક વાર ચૂર્ણિકારને જ અનુસરે છે; પણ તેટલામાત્રથી એમ માની લેવું ન જોઈએ કે તેમણે એ બધા પાઠો પ્રત્યન્તરોમાં નજરે જોયા જ હશે. ક૫કિરણવલિકાર મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી અનેકાનેક પાઠભેદોની નોંધ સાથે ચૂર્ણિકારે સ્વીકારેલા પાઠોની નોંધ આપે છે, પરંતુ તેથી ચૂર્ણિકાર ભગવાને માન્ય કરેલા પાઠ તેમણે કોઈ પ્રતિમાં જોયા હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એક વાત ખાસ નોંધપાત્ર છે કે, ખંભાતની સં. ૧૨૪૭ વાળી પ્રતિ, જે મારા પ્રસ્તુત સંશોધનમાં સામેલ છે તે, કિરણાવલી ટીકાકાર સામે પણ જરૂર હાજર હતી. આ પ્રતિના પાઠભેદની નોંધ કિરણવીકારે ઠેકઠેકાણે લીધી છે. ચૂર્ણિકાર મહારાજ સામે જે કેટલાક પાઠો હતા, તે આજની ટીકાઓ વાંચનારને નવા જ લાગે તેવા છે. એ પાઠભેદોની નોંધ અમે ચૂર્ણિ અને પિનકમાં તે તે સ્થળે પાદટિપ્પણીમાં આપી છે અને આગળ ઉપર આ પ્રાસ્તાવિકમાં પણ આપીશું. પ્રતિઓમાં શબ્દપ્રયોગોની વિભિન્નતા–(1) આજે કલ્પસૂત્રની જે સંખ્યાબંધ પ્રતિઓ આપણુ સમક્ષ વિદ્યમાન છે તે પૈકી મોટા ભાગની પ્રાચીન પ્રતિઓમાં, જ્યાં શબ્દોચ્ચારમાં કઠિનતા ઊભી થતી હોય તેવાં સ્થળોમાં, અસ્પષ્ટ “1” બુતિવાળા જ પાઠ વ્યાપક રીતે જોવામાં આવે છે; જેમ કે, ફળિયા, તિથી, જાય છે, કાથરૂમ્સ, સાઉથ ઇત્યાદિ; જ્યારે કઈ કઈ પ્રાચીન પ્રતિઓમાં અને કેટલીક અર્વાચીન પ્રતિઓમાં “” શ્રુતિ વિનાના જ પાઠો વ્યાપક રીતે જોવામાં આવે છે. આ વિષે પ્રાચીનતા કયા પ્રયોગની, એ નિર્ણય કરવો મુશ્કેલ છે. તે છતાં એટલી વાત તો ચોકકસ જ છે ક, અTHAT, ITગાડું, વગ વગેરે શબ્દી જે રીતે લખાય છે તે રીતે બોલવા ઘણી મુશ્કેલીભયો આપણી જીભને લાગે છે. સંભવ છે, અતિપ્રાચીન કાળમાં આ શબ્દ આ રીતે જ લખાતા હોય અને ઉચ્ચારમાં “I” કૃતિ કરાતી હોય. એ “ઇ” શ્રુતિને જ વૈયાકરણોએ સૂત્ર તરીકે અપનાવી લીધી હોય. આ વિષે ગમે તે હો, પણ આપણે જીભ તે આવા પ્રયોગોના ઉચ્ચારણમાં વિષમતા જરૂર અનુભવે છે અને આવા પ્રયોગો સ્પષ્ટ ઉચ્ચારણ માટે આપણે ધીરજ પણ માગી લે છે. એ ધીરજ વ્યાપક રીતે દુર્લભ હોવાથી અર્વાચીન પ્રાકૃત ભાષામાં ‘ય’ શ્રુતિએ વ્યાપકપણું લીધું હોવાને વધારે સંભવ છે. (૨) પ્રાકૃત ભાષામાં જ્યાં અસ્પષ્ટ “” શ્રુતિ કરવામાં આવે છે, ત્યાં કલ્પસૂત્રની કેટલીક પ્રતિઓમાં કરાયેલે પણ જોવામાં આવે છે, જેમ કે ચરું વત્તા વગેરે. આવા પ્રયોગો પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં ઘણે સ્થળે જોવામાં આવે છે. આચાર્ય શ્રી ધમધોષસૂરિએ ચૈત્યવંદનભાષ્ય ઉપરની સંઘાચારટીકામાં આપેલી પ્રાકૃત કથાઓમાં આવા પ્રયોગો જ વ્યાપક રીતે આપેલા છે, જેને લીધે ક્યારેક ક્યારેક અર્થ મેળવવામાં ગૂંચવણ પણ ઊભી થાય છે. એ ગમે તેમ હો, પ્રયોગોની પસંદગી એ ગ્રંથકારોની ઇચ્છા ઉપર જ આધાર રાખે છે. (૩) અર્વાચીન પ્રાકૃત ભાષામાં અને ગ્રંથપ્રતિઓમાં “વઃ સંયો? '' (સિદ્ધહેમ ૮-૧-૮૪) એ વ્યાકરણનિયમને અનુસરીને સયોગમાં ગુરૂ જુfouTV યુવત વગેરેમાં હવે સ્વરને પ્રયોગ જોવામાં આવે છે, પરંતુ પ્રાચીન કાળની પ્રાકૃત ભાષાઓમાં આ નિયમને કશું જ રથાન ન હતું. એ જ કારણ છે કે પ્રાકૃત ભાષાના દરેકેદરેક આગમગ્રંથ, પ્રકરણગ્રંથો તેમ જ કથાસાહિત્ય ગ્રંથોની પ્રાચીન, પ્રાચીનતમ લિખિત પ્રતિઓમાં હવે સ્વરને બદલે નોર, થોર, જોfજમા, વાત એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy