SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ] જ્ઞાનાંજલ આચાર્ય મલયગિરિની ટીકા રચવાની પદ્ધતિ ટૂંકમાં આ પ્રમાણેની છે—તેઓશ્રી સૌપહેલાં મૂળસૂત્ર, ગાથા કે ક્લાકના શબ્દાર્થની વ્યાખ્યા કરતાં જે સ્પષ્ટ કરવાનું હેાય તે સાથે જ કહી દે છે; ત્યાર પછી જે વિષયેા પરત્વે વિશેષ સ્પષ્ટીકરણની આવશ્યકતા હોય તેમને “ અયં માવ:, મુિત્ત મતિ, અયમાય:, વમત્ર યમ્ ' ઇત્યાદિ લખી આખાય વક્તવ્યને સાર કહી દે છે. આ રીતે પ્રત્યેક વિષયને સ્પષ્ટ કર્યા પછી તેને લગતા પ્રાસંગિક અને આનુષંગિક વિધ્યાને ચર્ચવાનુ તેમ જ તદ્વિષયક અનેક પ્રાચીન પ્રમાણેાને ઉલ્લેખ કરવાનું પણ તેઓશ્રી ચૂકતા નથી; એટલું જ નહિ, પણ જે પ્રમાણેાના ઉલ્લેખ કર્યો હાય તેને અંગે જરૂરત જણાય ત્યાં વિષમ શબ્દોના અર્થા, વ્યાપ્યા કે ભાવા' લખવાનું પણ તેઓ ભૂલતા નથી, જેથી કોઈ પણ અભ્યાસીને તેના અર્થ માટે મૂંઝાવુ ન પડે કે ફાંફાં મારવાં ન પડે. આ કારણસર તેમ જ, ઉપર જણાવવામાં આવ્યું તેમ, ભાષાની પ્રાસાદિકતા અને અંતેમ જ વિષયપ્રતિપાદન કરવાની વિશદ પતિને લીધે આચાર્ય શ્રી મલયગિરિની ટીકા અને ટીકાકારપણું સમગ્ર જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યાં છે. આચાર્ય મલયગિરિનું મહુશ્રુતપણું—આચાર્ય મલયગિરિષ્કૃત મહાન ગ્રંથરાશિનું અવગાહન કરતાં તેમાં જે અનેક આગમિક અને દાર્શનિક વિયાની ચર્ચા છે, તેમ જ પ્રસંગે પ્રસંગે તે તે વિષયને લગતાં તેમણે જે અનેકાનેક કલ્પનાતીત શાસ્ત્રીય પ્રમાણા ટાંકેલાં છે, એ શ્વેતાં આપણે સમજી શકીશું કે, તેઓશ્રી માત્ર જૈન વાડ્મયનું જ જ્ઞાન ધરાવતા હતા એમ નહેાતું, પરંતુ ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના ભારતીય જૈન-જૈનેતર દાર્શનિક સાહિત્ય, જ્યાતિર્વિદ્યા, ગણિતશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર આદિત લગતા વિવિધ અને વિશિષ્ટ શાસ્ત્રીય જ્ઞાનને વિશાળ વારસે ધરાવનાર મહાપુરુષ હતા. તેઓશ્રીએ પેાતાના ગ્રંથામાં જે રીતે પદાર્થાનું નિરૂપણ કર્યું છે એ તરફ આપણે સુક્ષ્મ રીતે ધ્યાન આપીશું તે આપણને લાગશે કે એ મહાપુરુષ વિપુલ વાડ્મયવારિધિને ઘૂંટીને પી જ ગયા હતા; અને આમ કહેવામાં આપણે જરા પણ અતિશયાક્તિ નથી જ કરતા. પૂજ્ય આચાર્ય શ્રી મલયગિરિસૂરિયરમાં ભલે ગમે તેટલુ વિશ્વવિદ્યાવિષયક પાંડિત્ય હા, તે છતાં તેઓશ્રી એકાંત નિતિમાના ધારી અને નિતિમા પરાયણ હાઈ તેમને આપણે નિતિમા પરાયણ જૈનધર્મની પરિભાષામાં આમિક કે સૈદ્ધાન્તિક યુગપ્રધાન આચાર્ય તરીકે એળખીએ એ જ વધારે ઘટમાન વસ્તુ છે. આચાર્ય મલયગિરિનું આન્તર જીવન—વીરવ માન–જૈન–પ્રવચનના અલંકારસ્વરૂપ યુગપ્રધાન આચાર્ય પ્રવર શ્રી મલગિરિ મહારાજની નરેખા વિષે એકાએક કાંઈ પણ મેલવું કે લખવું એ ખરે જ એક અઘરું કામ છે; તે છતાં એ મહાપુરુષ માટે ટૂંકમાં પણ લખ્યા સિવાય રહી શકાય તેમ નથી. આચાર્ય શ્રી મલયગિરિવિરચિત જે વિશાળ ગ્રન્થરાશિ આજે આપણી નજર સામે વિદ્યમાન છે, એ પેાતે જ એ પ્રભાવક પુરુષના આન્તર જીવનની રેખા દોરી રહેલ છે. એ ગ્રન્થરાશિ અને તેમાં વર્ણવાયેલા પદાર્થા આપણને કહી રહ્યા છે કે એ પ્રજ્ઞાપ્રધાન પુરુષ મહાન જ્ઞાનયેાગી, કર્મયોગી, આત્મયેગી અગર જે માને તે હતા. એ ગુણધામ અને પુણ્યનામ મહાપુરુષે પોતાની જાતને એટલી છુપાવી છે કે એમના વિશાળ સાહિત્યરાશિમાં કાઈ પણ ઠેકાણે એમણે પેાતાને માટે यदवापि મલયગિરિના ’’એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કશુંય લખ્યું નથી. વાર વાર વંદન હે। એ માન–મવિહિત મહાપુરુષના પાદપદ્મને ! આચાર્ય શ્રી ક્ષેમકીતિસૂરિ—આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિસૂરિ તપાગચ્છની પરપરામાં થયેલ મહાપુરુષ છે. એમના વ્યક્તિત્વ વિષે વિશિષ્ઠ પરિચય આપવાનાં સાધનેામાં માત્ર તેમની આ એક સમ ગ્રંથરચના જ છે; આ સિવાય તેમને વિશે બીજો કશા જ પરિચય આપી શકાય તેમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy