SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ હું છું હુંકલ્પસૂત્ર ” : પ્રાસ્તાવિક "1 उदिष्णजोहाउल सिद्ध सेणो, स पत्थिवो णिज्जियसत्तु सेणो । ,, [ ૮૭ ' આ ગાથામાં, કે જે આખું પ્રકરણ અને આ ગાથા નિશીથલઘુભાષ્ય સેાળમા ઉદ્દેશામાં છે, તેમાં લખેલા ·‘સિટ્રુમેળો’ નામ સાથે ભગવાન શ્રી સ ંધદાસગણિ ક્ષમાશ્રમણને કાઈ નામાન્તર તરીકેને સંબંધ તેા નથી ? જોકે ચૂર્ણીકાર, વિશેષચી કાર આદિએ આ સંબંધમાં ખાસ કશું જ સૂચન કર્યું... નથી, તેમ છતાં ‘સિદ્ધસેન ' શબ્દ એવા છે કે જે સહજભાવે આપણું ધ્યાન ખેંચે છે. એટલે કોઈ વિદ્વાનને કોઈ એવા ઉલ્લેખ વગેરે બીજે કયાંયથી મળી ય કે જે સાથે આ નામનેા કાંઈ અન્વય હોય તેા જરૂર ધ્યાનમાં રાખે, કારણ કે સિદ્ધસેનગણિ ક્ષમાત્રમણના નામની સાક્ષી નિશીથચૂર્ણી, પંચકલ્પચૂર્ણી, આવશ્યક હારિભદ્દી વૃત્તિ આદિ ગ્રંથામાં અનેક વાર આવે છે. એ નામાદિ સાથે ભાષ્યકારને શિષ્યપ્રશિષ્યાદિ સંબંધ હાય અથવા ભાષ્યકારનું કોઈ નામાંતર હાય. અરતુ, ગમે તે હા, વિદ્વાનાને ઉપયોગી લાગે તે તેએ આ બાબત લક્ષમાં રાખે. Jain Education International ( ગાથા ૩૨૮૯) ( ટીકાકાર આચાયે પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર મહાશાસ્ત્ર ઉપર એ સમર્થ આચાર્યાએ મળીને ટીકા રચી છે. તે પૈકી એક પ્રસિદ્ધ પ્રાવચનિક અને સબ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિસૂરિ છે અને બીજા તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકાર્ત્તિસૂરિ છે. આચાર્ય શ્રી મલયગિરિસૂરિવરે પ્રસ્તુત મહાશાસ્ત્ર ઉપર ટીકા રચવાની શરૂઆત કરી છે, પરંતુ એ ટીકાને તેએશ્રી આવશ્યકત્રવૃત્તિની જેમ પૂર્ણ કરી શકયા નથી. એટલે આચાર્ય શ્રી મલયગિરિજીએ રચેલી ૪૬૦૦ લેાકપ્રમાણ ટીકા ( મુદ્રિત પૃષ્ઠ ૧૭૬ ) પછીની આખાયે ગ્રંથની સમ ટીકા રચવા તરીકેના ગૌરવવંતા મેરુ જેવા મહાકાર્યને તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિરિએ ઉપાડી લીધું છે અને ટીકાનિર્માણના મહાન કાર્યંને પાંડિત્યભરી રીતે સાંગેાપાંગ પૂર્ણ કરી તેમણે પેાતાની જૈન પ્રાવસનિક ગીતા આચાર્ય તરીકેની યાગ્યતા સિદ્ધ કરી છે. અહીં આ બન્નેય સમ ટીકાકારોને ટૂંકમાં પરિચય કરાવવામાં આવે છે. આચાર્ય શ્રી મલયગિરિસૂરિ ગુણવંતી ગુજરાતની ગૌરવવંતી વિભૂતિ સમા, સમગ્ર જૈન પર’પરાને માન્ય, ગૂજ રેશ્વર મહારાજા શ્રી કુમારપાલદેવ પ્રતિાધક મહાન આચાર્ય શ્રી હેમચંદ્રના વિદ્યાસાધનાના સહચર, ભારતીય સમગ્ર સાહિત્યના ઉપાસક, જૈનાગમશિરામણ, સમર્થ ટીકાકાર, ગૂજરાતની ભૂમિમાં અશ્રાન્તપણે લાખા શ્લોકપ્રમાણુ સાહિત્યગંગાને રેલાવનાર આચાર્ય શ્રી મલયંગર કોણ હતા ? તેમની જન્મભૂમિ, જ્ઞાતિ, માતા-પિતા, ગચ્છ, દીક્ષાગુરુ, વિદ્યાગુરુ વગેરે કેણ હતા ? તેમના વિદ્યાભ્યાસ, ગ્રંથરચના અને વિહારભૂમિનાં કેન્દ્રરથાન કાં હતાં ? તેમને શિષ્યપરિવાર હતા કે નહિ ?—ઇત્યાદિ દરેક બાબત આજે લગભગ અંધારામાં જ છે, છતાં શેાધ અને અવલાકનને અંતે જે કાંઈ અપ-સ્વપ સામગ્રી પ્રાપ્ત થઈ છે તેના આધારે એ મહાપુરુષને અહીં પરિચય કરાવવામાં આવે છે. આચાર્ય શ્રી મલયગિરિએ પેાતે પેાતાના ત્રંચેાના અંતની પ્રશસ્તિમાં “ ચવવાવિ મિિા, सिद्धि तेनाश्रुतां लोकः ॥ એટલા સામાન્ય નામેાલ્લેખ સિવાય પાતા અંગેની ખીજી કાઈ પણ ખાસ હકીકતની નેાંધ કરી નથી. તેમ જ તેમના સમસમયભાવી કે વાળ થનાર લગભગ બધાય ઐતિહાસિક ગ્રંથકારાએ સુધ્ધાં આ જૈનશાસનપ્રભાવક આગમજ્ઞધુરંધર સૈદ્ધાન્તિક સમ મહાપુરુષ માટે મૌન અને ઉદાસીનતા જ ધારણ કર્યાં છે. ફક્ત પંદરમી સદીમાં થયેલા શ્રીમાન જિનમંડન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy