SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪] જ્ઞાનાંજલિ सगुरु-कुल-सदेसे वा, नाणे गहिए सई य सामत्थे । वच्चइ उ अन्नदेसे, दंसणजुत्ताइ अत्थो वा ॥ २८८० ॥ चूणि :-सगुरु० गाहा । अप्पणो आयरियस्स जत्तिओ आगमो तम्मि सव्वम्मि गहिए स्वदेशे योऽन्येषामाचार्याणामागमस्तस्मिन्नपि गृहीते दसणजुत्तादि अत्थो व'ति गोविंदनियुक्तवाद्यर्थहेतोरन्यदेशं ब्रजति ॥ कल्पचूणि पत्र ११६.-पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति ॥ 'दंसणजुत्ताइ अत्थोव'त्ति दर्शनविशुद्धिकारणीया गोविन्दनियुक्तिः, आदिशब्दात् सम्मतितत्त्वार्थप्रभृतीनि च शास्त्राणि तदर्थः तत्प्रयोजनः प्रमाणशास्त्रकुशलानामाचार्याणां समीपे गच्छेत् ॥ कल्पटीका पत्र ८१६. ગોવિંદનિર્યુકિતપ્રણેતા ગોવિંદાચાર્ય, અમારી સમજ પ્રમાણે, બીજા કોઈ નહિ પણ જેમને નંદીસત્રમાં અનુગધર તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જેઓ માથુરી યુગપ્રધાનપટ્ટાવલીમાં અઠ્ઠાવીશમાં યુગપ્રધાન હોવા સાથે જેઓ માથરી વાચનાના પ્રવર્તક સ્થવિર આર્ય સ્કંદિલથી ચાથી યુગપ્રધાન છે તે જ હોવા જોઈએ. એઓશ્રી વિક્રમના પાંચમા સૈકાના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. એમણે રચેલ ગોવિંદનિયુક્તિને લક્ષીને જ પાક્ષિકસૂત્ર તથા નંદીસત્રમાં નિર્યુક્તિનો ઉલ્લેખ કરાયો છે એમ માનવું અમને વધારે સંગત લાગે છે. અમારું આ વક્તવ્ય જે વાસ્તવિક હોય તે પાક્ષિકસ્ત્ર અને નંદીસૂત્રમાં થયેલ નિર્યુક્તિના ઉલ્લેખને લગતા પ્રશ્નનું સમાધાન સ્વયમેવ થઈ જાય છે. અંતમાં અમે અમારે પ્રસ્તુત લેખ સમાપ્ત કરવા પહેલાં ટૂંકમાં એટલું જ જણાવીએ છીએ કે છેદસૂત્રકાર અને નિયંતિકાર સ્થવિરે ભિન્ન હોવા માટેના તેમ જ ભદ્રબાહુસ્વામી અનેક થવા માટેના સ્પષ્ટ ઉલ્લેખો ભલે ન મળતા હૈ, તે છતાં આજે આપણે સામે જે પ્રાચીન પ્રમાણ અને ઉલ્લેખ વિદ્યમાન છે, તે ઉપરથી એટલું ચોક્કસ જણાય છે કે છેદત્રકાર સ્થવિર અને નિયુક્તિકાર સ્થવિર એક નથી પણ જુદા જુદા જ છે. આ વાત નિર્ણત છતાં છેદસૂત્રકાર અને નિયંતિકાર એ બન્નયના એકજીંત્વની બ્રાતિ સમાનનામમાંથી જન્મી હોય, અને એ સંભવ પણ વધારે છે, એટલે આજે અનેકાનેક વિદ્વાનો આ અનુમાન અને માન્યતા તરફ સહેજે જ દોરાય છે કે, છેદત્રકાર પણ ભદ્રબાહુસ્વામી છે અને નિયંતિકાર પણ ભદ્રબાહુસ્વામી છે. છેદસૂત્રકાર ભદ્રબાહુ ચતુર્દશપૂર્વધર છે અને નિયુકિતકાર ભદ્રબાહુ નૈમિત્તિક આચાર્ય છે. અને અમે પણ અમારા પ્રસ્તુત લેખમાં આ જ માન્યતાને સપ્રમાણ પુરવાર કરવા સવિશેષ પ્રયત્ન કર્યો છે.* ભાષ્યકાર શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમ પ્રસ્તુત કલ્પભાબના પ્રણેતા શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે. સંઘદાસગણિ નામના બે આચાર્યો થયા છેઃ એક વસુદેવહિંડિ–પ્રથમ ખંડના પ્રણેતા, અને બીજા પ્રસ્તુત કલ્પલઘુભાષ્ય અને પંચકલ્પભાષ્યના પ્રણેતા. આ બંનેય આચાર્યો એક નથી પણ જુદા જુદા છે, કારણ કે, વસુદેવહિંડિ–મધ્યમ ખંડના a “બૃહકલ્પસૂત્ર'ના પ્રાસ્તાવિક વક્તવ્યનું શરૂઆતથી તે અહીં સુધીનું લખાણ “છેદત્રકાર અને નિર્યુક્તિકાર” શીર્ષક નીચે, સાવ નહીં જેવા બે–ચાર શાબ્દિક ફેરફારને બાદ કરતાં, અક્ષરશઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ” (ઈ. સ. ૧૯૪૧)માં પ્રગટ થયું છે - સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy