________________
શાસના
મહારાજા, સાધ્વી મહારાજે અને શ્રાવક-શ્રાવિકાઓ મળી ચતુર્વિધ સંઘે શેકાતુર દિલે કેવવંદન કરેલ. સંઘ તરફથી વેપાર બંધ રાખવાનું ફરમાન છૂટેલ. મોટી ટોળી સંઘે અઠ્ઠાઈ મહત્સવ નિમિત્તે રૂ. સાતસેની ટીપ કરેલ. મેતી કડીયાની મેડીમાં કા. શુ. ૧૦ થી અઠ્ઠાઈ મહોત્સવ શરૂ થએલ છે. પૂજ્ય આચાર્યદેવેશ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજા જેવા અતિ પ્રૌઢ, અતિ અનુભવી અને મહાન મુત્સદ્દી આચાર્યસમ્રાટના વિરહથી સમાજને જે ખોટ પડી છે, તે પુરાવી મુશ્કેલ છે. પૂજ્યશ્રીના પુણ્યાત્માની શાંતિ સાથે અમે પૂજ્યશ્રીના પરિવારમાંના દરેક પૂજ્ય આચાર્યભગવંતે-સાધ્વીજી મહારાજ તેમજ શ્રાવક-શ્રાવિકા ગણને આથી ઊંડી લાગણીભર્યો હૃદયંગમ દિલાસો પાઠવીએ છીએ.
પૂજ્યશ્રીના અવસાન નિમિત્તે શ્રીમહુવા સંઘે મહાન અઠ્ઠાઈ ઓચ્છવ કરવાનું તથા બૃહત્ શાંતિસ્નાત્ર ભણાવવાનું નક્કી કરેલ. કા. શ. ૬ થી જ અઠ્ઠાઈ મહત્સવ શરૂ થયેલ છે. પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી વિજયેાદયસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણ કાતિક વદ સાતમના
જ મહુવાથી વિહાર કરી કદંબગિરિ પધારવાના છે. અને ત્યાં હાલ કેટલાક સમય સ્થિરતા કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org