SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રયાણ ૩૨૧ ખાંતિભાઈ વગેરે ભાવનગરના ગૃહસ્થોએ પૂજ્યશ્રી પાસે ભાવનગર જવાની રજા માગી. પૂજ્યશ્રીએ ના કહી. તો ખાંતિભાઈએ કહ્યું : સાહેબ ! ચેપડાપૂજન કરીને તરત જ આવી જઈશ. એટલે પૂજ્યશ્રી કહે : “તે તારે જવું હોય તે જા.”(આ જવાબમાં સ્પષ્ટ અનિચ્છા દેખાતી હતી.) અને ખાન્તિભાઈ ગયા. રાત્રે શેષ પડે શરૂ થયે. ઉંઘ બિલકુલ આવી નહિ. સાધુઓ તથા શ્રાવકે આખી રાત સેવામાં હાજર હતાં. આમ ને આમ રાત્રિ પસાર થઈ, ને અમાસની સવાર પડી. ત્યારે ટેમ્પરેચર હતું. આજે દીવાળી હતી. શ્રી વિરપ્રભુના નિર્વાણ કલ્યાણકને મહાન દિવસ હતો. પરેઢિયે પ્રતિક્રમણ કરીને તરત શ્રી નંદનસૂરિ મ.ને બેલાવીને પૂછયું : “નંદન ! સૂર્ય કેટલા વાગે ઉગે છે?” તેમણે કહ્યું: ૬/૩૭ મિનિટે ઉગે છે, સાહેબ ! એટલે પૂજ્યશ્રીએ કહ્યું : “તમે કેઈ નવકારસી સમય થયા પહેલાં મને પચ્ચખાણ પરાવશે નહિ. અને આજે મારે પાણી સિવાય કઈ ચીજ વાપરવાની નથી.” એમ જ બન્યું. એ આખા દિવસમાં પૂજ્યશ્રીએ ફક્ત એક જ વાર પાણી જ વાપર્યું. તે સિવાય બીજી કઈ ચીજ કે બીજી વાર પાણી પણ નહોતું લીધું. અગિયાર વાગ્યા પછી તબિયત બગડવા લાગી. ટેમ્પરેચરની વધઘટ થવા માંડી. ઘડીકે ૧૦૩ થાય, તો થોડીવારમાં એકદમ ૯૯૯ થઈ જાય. સવારે ૧૧ વાગ્યા સુધીમાં ઠલ્લા પણ થયાં. પછી એકેય વાર ન થયા. પણ શારીરિક શુદ્ધિ તદ્દન સારી હતી. નબળાઈ, બેચેની ઘણી હતી. ડેકટરે વારંવાર તપાસવા આવતાં, ને ચિન્તિત બનતા હતાં. શ્રી સંઘ, બહારના અનેક ગૃહસ્થ, તથા સમસ્ત સાધુપરિવાર ચિત્િત વદને ત્યાં ખડા હતાં. સૌ મનમાં પ્રાર્થના કરી રહ્યાં હતાં. આ વખતે-પૂજ્યશ્રીના મુખ પર અપૂર્વ ઉપશમપૂર્ણ પ્રસન્નતા જોવા મળતી હતી. તાવની ગરમી, નબળાઈ અને બેચેની પૂરા પ્રમાણમાં હોવા છતાંય તેઓશ્રીના મુખારવિંદ પર કો” અપૂર્વ શાન્તિમય તેજ ચમકી રહ્યું હતું. જાણે-દિવસ પૂર્વે મહાપ્રયાણ માટે ભાતું તૈયાર કરી દીધેલું, એટલે હવે તો કોઈ મહત્સવની મોજ માણવા જવા માટે નિશ્ચિત્તપણે તેઓશ્રી તૈયાર હોય, તેમ લાગતું હતું. દાદાની તબિયત આજે વધારે બગડતી જાય છે, એ સમાચાર કર્ણોપકર્ણ શહેરમાં પ્રસરવા લાગ્યાં. થોડીવારમાં ઉપાશ્રયમાં સેંકડો માણસો દર્શને આવવા લાગ્યાં. જૈનેતર આલમ વિશેષપણે ઉમટી. “દાદા તે સૌના હતાં ને ! બપોર પછી ગામના મેટા ડોકટર જયંતિભાઈએ તથા સ્ટેશન વિભાગના મોટા ડોકટરે તપાસતાં તેમને તબિયત ગંભીર લાગી. તેમણે તરત નગરશેઠ હરિભાઈ સાથે વિચારણા કરીને શ્રી ઉદયસૂરિ મ., શ્રી નંદનસૂરિ મ., શ્રી અમૃતસૂરિ મ. વગેરેને કહ્યું કેઃ હાર્ટ માટે એક ઈજેકશન આપવાની જરૂર જણાય છે. ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy