SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રયાણ : ૩૧૯ પણ નહિ. આ આનંદમગ્નતા અને શાંતિ જોઈને સૌ સાનંદ આશ્ચર્ય પામવા લાગ્યાં. આસો વદિ સાતમે ભાવનગરથી કુશળ હાડવૈદે આવીને ઝડપી સારવાર પ્રારંભી. એથી થોડીક રાહત રહેવા લાગી. પાટે બબ્બે દિવસે ખેલાતું હતું. ચાર દિવસમાં જ સેજે એ છે જણાવા લાગ્યો. - પૂજ્યશ્રીની સેવા માટે મહુવાને શ્રીસંઘ ખડે પગે હાજર રહેતો હતો. અમદાવાદજેસર-ભાવનગર વ. ગામના ભક્ત શ્રાવકો પણ કાયમ આવજા કરતાં હતાં. આ વદિ ૧૦મે પૂજ્યશ્રીને તાવ આવ શરૂ થયો. માંદગી એક પછી એક વધતી હતી. એની સાથે પૂજ્યશ્રીની આત્મજાગૃતિ અને શાંતિ પણ અવિરત વર્ષે જતી હતી. આખો દિવસ તાવ ૧૦૩ ડિગ્રી રહ્યો. એની સાથે ત્રણેક વાર ઉલટી પણ થઈ આ તાવ ચિન્તાનો વિષય બન્યું. ગામના મોટા ડોકટર વારંવાર તપાસવા માટે આવવા લાગ્યા. દવાઓ ચાલુ જ હતી. અગિયારસે સવારે ૧૦૧ ડીગ્રી તાવ હતો. ત્યાર પછી ધીમે ધીમે નેરમલ થઈ ગયે. બારશે સવારે પુનઃ તાવ ચઢે શરૂ થયે. થર્મોમીટરને પાર અને ટેમ્પરેચર જાણે સંતાકુકડી રમતાં હોય તેમ સવારે-૧૦૪ થયે. પાણીના પિતાં મૂકવાં, વ. ઉપચારોથી મેડી સાંજે ઘટીને રાા થયો. પણ પછી પણ કલાકમાં ૧૦૫ થઈ ગયે. આથી સૌ ચિન્તિત બની ગયાં. પાણીના પિતા અને કાંસાના વાડકાથી પગે ઘી ઘસવાનું કામ ચાલુ જ હતું. બરાબર રાતના એક વાગે ટેમ્પરેચર નોરમલ-૯૯ થયું ત્યારે સૌ આશ્વસ્ત થયાં. સૌ સાધુઓ તથા સંઘ ત્યાં સુધી ત્યાં જ બેસી રહ્યાં હતાં. તાવ નોરમલ થયાં છતાં બેચેની આખી રાત રહી. દિવસે ઉલટી બે-એક વાર થયેલી. ઘેનને કારણે સંથારામાં છેલ્લા પણ થઈ ગયેલાં. આ બધાં કારણે નબળાઈ પણ સવિશેષ આવી ગઈ. - બીજે દિવસે ધનતેરશ હતી. આખો દિવસ શેડો–ડે તાવ રહ્યા કર્યો. પણ બારશ કરતાં સારૂં જણાતું હતું. સવારે શ્રીનંદનસૂરિજી મ. વગેરે પૂજ્યશ્રી પાસે બેઠેલાં. તેમણે પૂજ્યશ્રીને કહ્યું સાહેબ પરમ દિવસે દીવાળી છે. અને પહેલે દિવસે આપને જન્મદિવસ છે. ત્યારે પૂજ્યશ્રી કઈ અગમ વાણી ભાખતાં હોય, તેમ બેલ્યાં : “આપણે કયાં દીવાળી જેવાની છે ?” ' આ સાંભળીને શ્રીનંદનસૂરિજી મ. આદ્ર સ્વરે બોલ્યાં : “સાહેબ ! આપ આમ કેમ બેલે છે ?” અને તેઓ તથા બાજુમાં બેઠેલાં સૌ રડી પડ્યાં. - તે દિવસે બપોરે પૂજ્યશ્રીએ શ્રીનંદનસૂરિ મ. ને બોલાવીને કહ્યું : “નંદન ! તું મારી પાસે બેસ, મને ઠતું નથી.” તેઓ બેઠાં. પછી ધીરે ધીરે પૂજ્યશ્રીએ અનેક એગ્ય બાબતોની ભલામણે તેમને કરી, સૂચનાઓ આપી. સાથે એ પણ કહ્યું કે : “જ્યારે અહીં શેઠ જિનદાસ ધમદાસની પેઢીના આ બંને દેશસરોની પ્રતિષ્ઠા થાય, ત્યારે એટલું ચોક્કસ ધ્યાનમાં રાખજે કે – વિજ્ઞાનસૂરિ અને પદ્યસૂરિના સંસારી પિતાના નામની એક એક કૃતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy