SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ વાહ મને કાંઠેઃ શેઠ ચીમનભાઈના સ્વર્ગવાસ પછી તેમના કુટુંબીઓ શેઠ સારાભાઈ, જયંતીભાઈ તથા મણિલાલ તેલી વગેરે પૂજ્યશ્રીને અમદાવાદ વધારવાની વિનંતિ કરવા આવ્યા. તેમને પૂજશ્રીની નિશ્રામાં શેઠ ચીમનભાઈના સ્વર્ગવાસ નિમિત્તે મહોત્સવ કર હતે. પૂજ્યશ્રીની ઈચ્છા કાઠિયાવાડ તરફ જવાની હતી. પણ આ લોકોના આગ્રહથી તેઓશ્રી ધીમે ધીમે વિહાર કરતાં ૨૫ દિવસે અમદાવાદ આવ્યા. શારીરિક અશકિતને કારણે ગાઉદઢ ગાઉથી વધુ વિહાર થતું ન હતું. વચમાં–માતરતીથે પેઢીના પ્રતિનિધિઓ-શેઠ ભગુભાઈ, શેઠ જોગીભાઈ, શેઠ કેશુભાઈ ઝવેરી વગેરે વંદનાથે આવ્યા. અમદાવાદમાં-શહેર બહાર સોસાયટીઓમાં અધિક ફાગણ મહિનો પસાર કરીને ભવ્ય સ્વાગત સાથે પાંજરાપોળ પધાર્યા. શુભ દિવસમાં શેઠ ચીમનભાઈના કુટુંબીઓએ તેઓશ્રીની નિશ્રામાં મહત્સવ ઉજજો.' શ્રીસંઘની વિનંતિથી સં. ૨૦૦૧નું આ ચાતુર્માસ પાંજરાપોળમાં રહ્યા. મૂળ અહીંના (પાંજરાપોળના) વતની પણ જૈન મરચંટ એસાયટીમાં રહેતાં સી. લક્ષમીચંદની પેઢીવાળા શેઠ છગનલાલ લક્ષ્મીચંદ, મણીલાલ લક્ષ્મીચંદ તથા ભેગીલાલ લક્ષ્મીચંદ પૂજ્યશ્રીના અનન્ય ગુણાનુરાગી હતા. પૂજ્યશ્રીની પ્રેરણું પામીને તેમણે પોતાના બંગલાના કંપાઉંડમાં એક સુંદર જિનાલય બંધાવ્યું હતું. શ્રાવણ માસમાં એ દેરાસરની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીએ કરાવી. મરચંટ સેસાયટીમાં સંઘના દેરાસર-ઉપાશ્રય બંધાવવાને નિર્ણય આ પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી થયે. - આ ઉપગંત બીજાં પણ અક્ષયનિધિ વગેરે તપની આરાધના અને અનેક મહત્સવની ઉજવણું સાથે આ ચોમાસું પસાર થયું. ચાતુર્માસ-પરાવર્તન માટે શેઠ ફુલચંદ છગનલાલ સલતની વિનંતિ સ્વીકારીને તેમને ત્યાં લાલાભાઈની પિળે પધાર્યા. એ અવસરે અઠ્ઠાઈ મહોત્સવ – શાંતિસ્નાત્ર વગેરે સુંદર કાર્યો કરીને તેમણે પૂજ્યશ્રી પ્રત્યેની પોતાની ભક્તિ વ્યક્ત કરી. આ પ્રસંગે પિળના સંઘે પણ અષ્ટોત્તરી સ્નાત્ર–મહોત્સવ કર્યો. સોનામાં સુગંધની જેમ આ જ પ્રસંગે નાગજીભૂધરની પિળમાં આ. શ્રીવિજયમહનસૂરિજી મ. ના પટ્ટધર આ. શ્રીવિજયપ્રતાપસૂરિજી મ. ના પટ્ટધર પં. શ્રી ધર્મવિજયજી મહારાજને પૂજ્યશ્રીએ ઉપાધ્યાયપદવી અર્પણ કરી. પિાળના શ્રીસંઘે ઘણું આડંબરપૂર્વક મહોત્સવ કર્યો. વઢવાણ શહેરમાં ઘણાં વર્ષો પૂર્વે શ્રીશાન્તિનાથ પ્રભુનું પ્રાચીન રમણીય બિંબ ભૂમિમાંથી પ્રગટ થયેલું. તે પ્રભુને માટે પં. શ્રી ધર્મવિજયજી મ. ના ઉપદેશથી ત્યાંના સંઘે એક શિખરબંધી દેરાસર તૈયાર કરાવ્યું હતું. તેમાં ગયા શ્રાવણ માસમાં પ્રભુજીને પ્રવેશ થઈ ગયા હતા. હવે પ્રતિષ્ઠા કરવાની હતી. ત્યાંના સંઘને પૂજ્યશ્રી ઉપર અનહદ શ્રદ્ધા-ભક્તિ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં જ પ્રતિષ્ઠા કરાવવાની તેમની ભાવના હતી. એ માટે તેઓ અહી ( લાલાભાઈની પોળના ચાલ મહોત્સવમાં) વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ વર્તમાનગ કહીને એ વિનંતિને સ્વીકાર કર્યો. - મહોત્સવ પત્યા પછી પૂજ્યશ્રી પુનઃ પાંજરાપોળે પધાર્યા. લહેરિયાળના દેરાસરડ્યાં શ્રી મહાવીરસ્વામીના પંચકલ્યાણકના પટ તથા પાદુકાની પ્રતિષ્ઠા કરાવી. જૈન સોસાયટીના દેરાસરમાં પ્રભુજીને પ્રવેશ કરાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy