________________
२७०
શાસનસમ્રા સંઘવીજી સર્વત્ર ઉદારતાપૂર્વક દાન કયે જ જતા હતા. એ ઉદારતાને પ્રભાવ વ્યાપક પડતો હતો. ધ્રાંગધ્રા-લીંબડી–વળા–ભાવનગર વગેરે રાજ્યને સહકાર અવિસ્મરણીય રહ્યો. તે તે રાજાઓને પૂજ્યશ્રી પ્રત્યેને ભકિતભાવ અને સંઘવીજીના સૌની સાથેના મીઠાં સંબંધોનું એ પરિણામ હતું.
સંઘવીજીને લગભગ આઠ લાખ રૂપિયાને (તે વખતના) ખર્ચ થયું હતું. એ સિવાય સંઘમાં શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે નાના સંઘવીઓના સ્વતંત્ર રસોડાં સંઘભક્તિપૂર્વક ચાલતાં. તેઓને પણ પ્રત્યેકને ૪૦-૪૦ હજાર જેવો ખર્ચ થયેલ.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયા” (Times of India) એ આ મહાન સંઘનું વર્ણન કરતાં તેને કુમારપાળ મહારાજાના સંઘની સાથે સરખાવ્યું. બીજાં વર્તમાનપત્રોએ પણ સંઘ તથા સંઘવીજીને સુંદર શબ્દોમાં બિરદાવ્યા.
આવા કાળમાં પણ આ મહાન સંઘ કાઢવે, તેને હેમખેમ પાર પાડવો, એ ખરેખર ભગીરથ કામ હતું. પૂજ્યશ્રીમાનના આશીર્વાદથી એ ભગીરથ કામ શેઠ માકુભાઈએ કરીને જગને બતાવી આપ્યું કે કાળા માથાને માનવી ધારે તે કરી શકે છે એની સાથે-કદી ઓછું ન થાય, એવું પુણ્યાનુબંધી પુણ્ય પણ ઉપાર્યું.
-૦–
[૫૨] પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના :
કદંબગિરિનો ઉદ્ધાર, એ પૂજ્યશ્રીને જીવનનું મહાન કર્તવ્ય હતું. એ કર્તવ્ય સંપૂર્ણ પાર પાડવાની તેમની નેમ હતી. તેથી જ તેઓશ્રી ત્યાં રોકાયા હતા. ડુંગર ઉપર નૂતન જિનાલયના નિર્માણનું મહાકાર્ય ચાલુ હતું તેમાં યોગ્ય માર્ગદર્શન દ્વારા સુધારાવધારા સૂચવ્યાકરાવ્યા.
અહી સાવરકુંડલાને સંઘ ત્યાં પધારવાની વિનંતિ કરવા આવ્ય, ક્ષેત્રસ્પર્શનાએ તેને સ્વીકાર કરીને પૂજ્યશ્રીએ વિહાર કર્યો. ભંડારિયા આવ્યા.
અહીં અચાનક શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ આવ્યા. પૂજ્યશ્રીને પાલિતાણું લઈ જવા માટે તેઓ આવેલા. કારણ કે-કાઠિયાવાડના તે વખતના પિલિટિકલ એજન્ટ પાલિતાણ આવવાના હતા. આ વખતે જે પૂજ્યશ્રી ત્યાં બિરાજતા હોય, તે તેઓશ્રીની પાસે પિોલિટિકલ એજન્ટને લાવવાની સારાભાઈની ઈચ્છા હતી. પૂજ્યશ્રી તેમની સાથે તીર્થસંબંધી વાતચીત કરે, અને તેમને આપણું હકક અંગેના મુદ્દાઓ સમજાવે તે ઘણું પ્રશ્નોને નિકાલ વિના પ્રયત્ન આવી જાય તેમ હતું. આ દૃષ્ટિથી તેઓ આવ્યા. તેમની વાત સાંભળીને પૂજ્યશ્રીએ પાલિતાણું પધારવાની હા કહી. એકાદ દિવસમાં વિહાર કરવાનું વિચાર્યું.
પણ રે ! કુદરતની લીલા અકળા છે. ઘણીવાર માનવીને ગમે છે, એ કુદરતને નથી રુચતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org