SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ શાસનસમ્રા, પણું ચિતરફથી માનવમેદની ઉમટી પડેલી. અહીંથી સેમલ-ઘેટી થઈને સંઘ પાલિતાણાના પાદરે પહોંચ્યા. યાત્રિગણના હૃદયમાં આજે ઉલ્લાસની છોળે ઉછળતી હતી. ગિરિરાજના પુનિત દશને સૌને પુલકિત બનાવ્યા હતા. આજે મહાવદિ બીજ હતી. નવ વાગે મંગલપ્રવેશનું ઘડિયું હેવાથી સંઘે ગામ બહાર વિસામો લીધે. ડી વારમાં આણંદજી કલ્યાણજીની પેઢીઓથી સામૈયું આવી પહોંચતાં સૌ તૈયાર થયા. સમયસર સ્વાગત શરૂ થયું. યાત્રાળુઓ ઉપરાંત ગામના તથા બહારગામથી સંઘના દર્શન માટે આવેલા લોકોની સંખ્યા ચાલીસ હજારને આંક વટાવી ગઈ હતી. ખાસ સંઘના દર્શન માટે મદ્રાસથી પણ સ્પેશ્યલ ટ્રેન આવી હતી. દિવાન સાહેબ પ્રથમથી જ હાજર હતા. ના. ઠાકોર સાહેબ પણ થોડે સુધી આવ્યા હતા. ગામમાં બહોળા વિસ્તારમાં ફરીને સામૈયું સંઘના પડાવમાં–મનસુખનગરમાં ઉતર્યું. પછી પૂજ્યશ્રીએ બુલંદસ્વરે ધર્મદેશના ફરમાવી. સંઘવીજીએ ગાર્ડન પાર્ટી અને ના. ઠાકોરશ્રીને સપરિવાર નોતર્યા. તેમાં તેમના પરિવારને વિવિધ પહેરામણીએ આપી. તીર્થમાળારોપણને મંગલ દિવસ મહાવદિ પાંચમને નિર્જીત કરવામાં આવ્યું. આ મંગલ પ્રસંગને નિહાળવા માટે ગામ-પરગામના હજારે જેનોને એકત્ર થયેલાં જોઈને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાવેલા સાચા હીરા અને રત્નોથી ભરપૂર મુગટ-તિલડ–હંસ-બાજુબંધ અને શ્રીફળ વગેરે આભૂષણે માળારોપણના શુભ દિવસે જ દયાળુ દાદાને ચઢાવવાને વિચાર પેઢીના વહીવટદારોએ કર્યો. એ માટે પૂજ્યશ્રીની સંમતિ મળતાં મહાવદિ બીજે એક મજબૂત અને સર્વ બાજુથી સુસંરક્ષિત તંબૂમાં એ આભૂષણે સંઘના દર્શન માટે ખુલ્લો મુકાયાં. અને એ આભૂષણે પ્રભુને પહેરાવવાની ઉછામણી શરૂ કરી. એ બે દિવસ ચાલી. મહાવદિ ચેાથે પેઢીના કાર્યવાહકે– શેઠ કરતુરભાઈ લાલભાઈ શેઠ માણેકલાલ મનસુખભાઈ શેઠ પ્રતાપસિંહ માહોલાલ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ ચીમનલાલ લાલભાઈ શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા વગેરે તથા અન્ય હજારે ભાઈ બહેનની હાજરીમાં એ આભૂષણોને આદેશ અપાય. મુગટ ચડાવવાને આદેશ સુરતવાળા ખરતરગચ્છીય શેઠ ફરોહચંદ પ્રેમચંદ ઝવેરીએ રૂ. ૧૫૦૦૧ માં લીધે. તિલકનો આદેશ શેઠ મયાભાઈ સકરચંદે, હંસને આદેશ શેઠ રતિલાલ નાથાલાલ લલુભાઈ એ, શ્રીફળને આદેશ શેઠ ભગુભાઈ ચુનીલાલે, અને બાજુબંધને આદેશ શેઠ ગુલાબચંદ નગીનદાસે લીધે. મુગટ ચડાવનારને દાદાની પ્રથમ પૂજાને આદેશ પણ માપવામાં આવે. આ ઉપરાંત દયાળુ દાદાના જિનાલયના શિખર ઉપર ચડાવવા માટે નો ચાંદીને કલશ તૈયાર કરાવ્યો હતો. નવ હજાર ત્રણ સે અને છ તેલા ચાંદીથી બનેલા એ કલશને ૧૮૭ તોલા અને સાત વાલ જેટલા શુદ્ધ સોનાથી સવામાં આવેલે. એ કલશની પ્રતિષ્ઠાની ઉછામણ પણ બેલાઈ. ભારે રસાકસીને અંતે એને આદેશ શેઠ ચીમનલાલ લાલભાઈએ (હીરાચંદ રતનચંદવાળા) રૂ. ૪૫૦૧૩ માં લીધો. બીજી ઘુમટીઓના કલશેના આદેશ પણ અન્યાખ્યા ભાવિકે એ લીધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy