SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ શાસનસમ્રાટું “કેલંબસે નવી દુનિયા શોધી કાઢી ત્યારે પહેલ વહેલું માનવી દેખીને તેના સાથીઓએ A man! A man ! માણસ ! માણસ ! એવી જેમ બૂમ મારી હતી, તેમ અમે પણ હકારી ઉઠ્યા. અને એમને મળવાને આતુરતાભર્યા પગલાં ભરવા માંડ્યા. આખરે માણસ જાતના એ પહેલાં મેઢાં અમે જોયા. અમે છાપાવાળા એટલે વાતોડિયા તે ખરા જ ને ? અમારો ધંધે જ વાતો મેળવવાને. એ કાંઈ ભૂલાય ? અમે વાતે ચડ્યા. એ પાંચે વેઠીયાએ હતા. (રાજના).” ચાલતાં સામે એક ડાળી આવતી હતી. ચાર જણુએ ઉપાડી હતી. આ શું ? નીચે તે કહેતા હતા ને કઈ નથી ગયું ? અમારા સાથીએ કહ્યું કે એ તે રેવન્યુ કમિશ્નર સાહેબ જેવા લાગે છે. એ જ નીકળ્યા. અરસપરસ નમન કર્યું. પિતે મુંડકાવેરા સંબંધની વ્યવસ્થા કરવા પધાર્યા હતા. અમારા સાથીના મુખમાંથી શબ્દ નીકળી પડ્યાઃ “ઉજજડ ગામની જમીન માપવા પધાર્યા હતા !” આ ઉપરથી અસહકારને ખ્યાલ આવી શકે છે. પણ આમ થવાથી તે પિ. એજન્ટ ચીડાયા. અને તેમણે (સી. સી. ટસને) ૬ મહિને ફેંસલે આપ્યો કે – જૈનોએ ઠારશ્રીને વાર્ષિક ૧ લાખ રૂપિયા રખોપા તરીકે આપવા.” તેમના મનમાં એમ કે-આ ઠરાવથી જેને ગભરાશે, અને અસહકાર છેડશે. પણ એમની એ ધારણું ખોટી ઠરી. આપણે અસહકાર વધુ ઉગ્ર બન્યું. અને સંતોષકારક સમાધાન ન થાય ત્યાં સુધી એ અસહકાર એ જ રીતે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. શેઠ કીકાભાઈ પ્રેમચંદ, શેઠ શાનિદાસ આશકરણ વગેરે મહારથી ગૃહસ્થની એક તીર્થરક્ષક કમીટિ સ્થાપવામાં આવી. અને સમગ્ર સંઘમાં તીર્થરક્ષાની ભાવનાથી પ્રેરાયેલા ભાવિકે વિવિધ તપત્યાગઆરાધનામાં જોડાઈ ગયા. - હવે - પૂજ્યશ્રીની ભાવના જુદી જ હતી. વર્ષોથી ચાલી આવતી પાલિતાણા રાજ્યની આ રોકટોકને મિટાવવા તેઓશ્રીએ જુદો જ માર્ગ વિચારેલ. અને તે એ હતો કે“ભાવનગર સ્ટેટની હદમાં તળાજ-કદંબગિરિ થઈને રોહિશાળા આવવું. ત્યાં શેઠ આ. ક. ની માલિકીની પુષ્કળ જમીન છે, તેમાં ૧૦૦ ઓરડાની વિશાળ ધર્મશાળા બાંધવી (રહિશાળા ગામ એજન્સીની હકુમતનું હોવાથી ત્યાં પાલિતાણા સ્ટેટ કાંઈ કરી શકે તેમ ન હતું). રોહિશાળાની પ્રાચીન પાજે થઈને ગિરિરાજ ઉપર યાત્રાથે ચડવા-ઉતરવાનું રાખવું.૧ જે કે-આ રસ્તે અમુક પગથીયાએ જીર્ણ હતા, પણ તેનું સમારકામ કરી લેવાય તેમ હતું. એ રસ્તે અર્ધા ડુંગરે આવેલ કનીરામના કુંડ સુધી એજન્સીની હકુમત અને હિશાળાના કામળીયા દરબારની માલિકી હતી, અને પછી પાલિતાણાની હકુમત હતી. પણ આપણને આ માગે પાલિતાણ સ્ટેટના રક્ષણની જરૂર ન હોવાથી તે રખેવું માગી શકે તેમ ન હતું.” ૧ ગિરિરાજની ૪ પાગ. જયતલાટીની મુખ્ય પાગ, ઉત્તર સન્મુખ. શેત્રુંજીની પાગ પૂર્વ સન્મુખ. ઘેટીની પાગ પશ્ચિમ સન્મુખ, અને રોહિશાળાની પાગ દક્ષિણ સન્મુખ, ત્રણ ગાઉની પ્રદક્ષિણ તથા ૯૯ યાત્રા કરનારાઓ રોહિશાળાની પાળે ઉતરે છે, અને ત્યાં પ્રાચીન દેરીમાં પાદુકાના દર્શન કરી, પાછાં ગિરિરાજ ઉપર ચઢી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy