________________
પ્રભાવશાળી વ્યક્તિત્વ
૧૯૧
પૂજ્યશ્રીને આ ટ્રેક પણ માર્મિક ઉત્તર સાંભળીને કમિશ્નર ખૂબ પ્રસન્ન થઈ ગયા. તેઓ આ રહસ્યભર્યા જવાબથી મુક્ત–મને હસ્યા, રાજી થયા.
ત્યારપછી અનેક રાજકીય-ધાર્મિક બાબતે ચર્ચાણી. તીર્થોના હકક અંગે પૂજ્યશ્રીએ કમિશ્નરને કહ્યું : “જેને દરવર્ષે સરકારને ઈન્કમ (Income) વગેરેના કરોડો રૂપિયા ભરે છે. છતાં કદી જેને એ સરકાર પાસે જે. પી. જેવા ઈલકાબ કે માન મરતાબાની માંગણી નહિ કરતાં કેવળ પ્રાણથી યે પ્યારા તીર્થોના તેમજ ધર્મના સંરક્ષણની જ માંગણી કરી છે. જેનોનું વર્ચસ્વ ઓછું નથી. વસતિગણત્રીમાં જૈનોની જે સંખ્યા હોય છે, તે કરતાં તેઓની દશગણું લાગવગ છે. એક નાના ગામમાં સો ઘરની વસતિ હોય, અને જેનનું એક જ ઘર હોય, પણ એ સેએ ઘરો ઉપર એક જેન–ઘરનું જ વર્ચસ્વ હોય છે. અને જેને હંમેશાં દરેક ઠેકાણે રાજ્ય અને રાષ્ટ્રને વફાદાર જ હોય છે. આવા અમારા જેનેના-સમેતશિખર, શત્રુંજય, ગિરનાર, વગેરે અનેક તીર્થોના અમારા વારસાગત હકકના સંરક્ષણની જવાબદારી સરકારની છે.”
આ બધી યુકિતસરની વાત કમિશ્નરે પણ કબૂલી. પૂજ્યશ્રીની અસામાન્ય પ્રતિભા અને બુદ્ધિમત્તાની ઊંડી છાપ તેમના મન પર પડી. ત્યારપછી તેઓ પૂજ્યશ્રીની રજા લઈ, પ્રણામ કરીને ત્યાંથી બહાર નીકળ્યા. બહાર જતાં સારાભાઈ વ.ને તેમણે કહ્યું કે-“આવી જમ્બર એનજી અને વર્ચસ્વવાળી વ્યક્તિને પરિચય થવાથી મને ઘણો જ સંતોષ થયો.”
આ પછી થોડા જ દિવસોમાં નિવૃત્ત થઈને ઈગ્લાંડ (England) જતી વખતે કાર્ય. કારી કમિશ્નર તરીકે રાજકોટના “શ્રી ગેસળીયા સાહેબને પિતાને હોદ્દો સપાને તેઓ ગયા.
- અંગ્રેજ અધિકારીઓની એક પદ્ધતિ હતી કે તેઓ પોતાના અધિકાર-સમય દરમ્યાન કાળી અને ધોળી નેંધપોથી (Black & white Diary) બનાવતા. દેશના રાજ્યવિધી માણોના નામ અને તેના કામની નોંધ તેઓ બ્લેક ડાયરીમાં કરતાં. અને હાઈટ ડાયરીમાં સારા-સરકારને ઉપયોગી થાય એવા માણસોના નામ-કામની નોંધ કરતા. જ્યારે તેઓ સ્વદેશ જવાના હોય ત્યારે પોતાના અનુગામીને હોદ્દો સપતી વખતે એ બે ડાયરીઓ પણ સેંપી દેતા. કમિશ્નર પ્રાર્ સાહેબે પણ આવી ડાયરીઓ ગોસળીયાને પેલી.
એકવાર કપડવંજના શેઠશ્રી શામળદાસ નથુભાઈના બાહોશ મુનીમ શ્રીવલલભદાસભાઈ કે જેઓ ભારે વિચક્ષણ, મુત્સદ્દી હોવા સાથે શ્રીગેસળીયાના અંગત મિત્ર હતા,–તેઓ તેમને મળવા ગયેલા. વાતવાતમાં ગેસળીયાએ પૂછ્યું: “તમારા જૈનોમાં શ્રીનેમિસૂરિજી કેણુ છે ?
વલ્લભદાસે કહ્યું : “તેઓ જૈનોના સૌથી મોટા ધર્મગુરુ છે. આપે કેમ પૂછયું ?
ત્યારે તેમણે કહ્યું : “શ્રી પ્રા, સાહેબ એમને માટે હાઈટ ડાયરીમાં નોંધી ગયા છે કેશ્રી નેમિસૂરિજી જેવી જમ્બર એનઈ (energy)વાળી અને પ્રભાવશાળી વ્યક્તિ હજી સુધી મેં જોઈ નથી.”
આ સાંભળીને વલ્લભદાસે તેઓને પૂજ્યશ્રીની પ્રતિભાથી માહિતગાર કર્યા.
આ ઉપરથી જણાય છે કે-ફકત એક વારના અને તે પણ સ્વલ્પ સમયના પરિચયે પણ એક ઉચ્ચ કક્ષાના અમલદારના હૃદય ઉપર પૂજ્યશ્રીની પ્રતિભાનું કેવું નિર્મળ પ્રતિબિંબ પડયું હતું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org