________________
તીર્થરક્ષાના આધાર–શાસનસમ્રાટું
ઘણે જ શાંત છે. અને ધર્મ પસાયથી આવી જ રીતે અમારી મુસાફરી શાંતતાથી પસાર થશે. તીર્થના હકો તથા આણંદજી કલ્યાણજીની પેઢીને આધાર આપ જ છો. માટે તેને માટે આપને વધારે લખવું તે ઠીક નહિ. જરૂર વખતે આ૫ જે જે યોગ્ય લાગે તેમ કરાવતા રહેશોજી. તીર્થોના હકે જાળવવા આપ અમદાવાદમાંથી વિહાર કરવાનું હાલમાં નહિ રાખે એમ હું ધારું છું. એ જ વિનંતિ, પન્યાસ શ્રી ઉદયવિજય વિગેરે સાધુમહારાજેને અમારા સર્વેના ૧૦૦૮ વંદણુ પહોંચે.
એજ કસ્તૂરભાઈને વંદણા.” આ અરસામાં જર્મનીના વિખ્યાત વિદ્વાન, ત્યાંની લિચ્છીક યુનિવર્સિટીના સ્નાતક, અને જૈન દર્શનના વિશિષ્ટ અભ્યાસી ડો. હર્મન જે કેબી (Dr. Hermann Jacobi) ભારતના જુદા જુદા શહેરોમાં બિરાજતા પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્યભગવંતે તથા મુનિરાજોની મુલાકાત લેતાં લેતાં અમદાવાદ આવ્યા. અને સવારે વ્યાખ્યાન ઉઠવાના સમયે વકીલ કેશવલાલ પ્રેમચંદ મોદીને (B. A., LL B.) સાથે લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી સાથે તેમણે વિવિધ વિષયને લગતી ચર્ચા કરી. પૂજ્યશ્રી સંસ્કૃતમાં બેલતા, અને ડે. જેકેબી સંસ્કૃત તથા ઈગ્લીશમાં પણ બોલતા.
એક પાશ્ચાત્ય વિદ્વાનને પૂજ્યશ્રી પાસે આવેલા જોઈને તે વખતે ઉપાશ્રયમાં જિજ્ઞાસુ જનસમૂહ એકત્ર થઈ ગયે.
ડે. જેકેબીએ શ્રીભગવતી સૂત્ર તથા શ્રી આચારાંગ સૂત્રને ઈંગ્લીશ અનુવાદ કરેલે. જેમાં કેટલેક ઠેકાણે નેંધપાત્ર ક્ષતિઓ થવા પામી હતી. તે અંગે પૂજ્યશ્રીએ તેમને પ્રસંગે પાત્ત સૂચન કર્યું. આ વખતે શા. ગોકળદાસ અમથાશાહે પણ તેમને જૈન સિદ્ધાન્તનું સંપૂર્ણ પરિશીલન કર્યા પછી જ અનુવાદ જેવું કાર્ય કરવા માટે મીઠા શબ્દોમાં અનુરોધ કર્યો.
ડે. જેકેબીને પણ પિતાની ભૂલ સમજાણી, એટલે તેમણે પૂજ્યશ્રીને કહ્યું હું ફરીવાર આપની પાસે આવીશ, ત્યારે એકાન્તમાં મારે આપને આ બધી વાતને લગતા પ્રશ્નો પુછવા છે.
આમ કહીને તેઓ ગયા. ત્યારપછી ફરીવાર આવીને તેમણે એકાન્તમાં પૂજ્યશ્રી પાસેથી પિતાના પ્રશ્નોનું યોગ્ય અને વિશદ સમાધાન મેળવ્યું.
પૂજ્યશ્રીની તેજસ્વિતા અને અપૂર્વ બુદ્ધિમત્તાથી આકર્ષાયેલા છે. જે કેબી આ પછી જ્યારે પાટણ ગયા, ત્યારે ત્યાં તેમને પૂ. પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી મહારાજ મળ્યા. તેઓએ ડો. જેકેબીને પૂછ્યું આટલા સાધુઓને પરિચય કર્યો, તેમાં તમે શું અનુભવ મેળવ્યો ?
ત્યારે છે. જેકેબીએ જવાબ આપે કેઃ “આ. શ્રીવિજયનેમિસૂરિજી અને આ. શ્રી વિજયધર્મસૂરિજી, બે વ્યક્તિ સાધુપણામાં છે. પણ જે કઈ રાજ્યના દિવાન હતા તે આખું રાજતંત્ર ચલાવવાની શક્તિવાળા છે. હાલ તે જૈનશાસનનું રાજ્ય બન્ને ચલાવી રહ્યા છે.”
આ ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે-ડે. જેકેબી જેવા ખ્યાતનામ વિદ્વાનના હૈિયામાં ફક્ત બે જ વખતના પરિચયથી પણ પૂજ્યશ્રીની પ્રતિભાએ અજબ આકર્ષણ જમાવ્યું હતું.
... અળગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org