SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ ભાવનગરથી શેઠ અમરચંદ જસરાજ, ખંભાતથી શેઠ પેપટભાઈ અમરચંદ, ખેડાથી શેઠ ભાઈલાલભાઈ અમૃતલાલ અને મેટાથી સલેાત છગનલાલ મૂળચંદ્ર વગેરે ગૃહસ્થા આવ્યા હતા. ટ્રેનની અગવડ છતાં ફક્ત અમદાવાદથી જ સુમારે છસ્સા (૬૦૦) જૈન બંધુએ આવ્યા હતા. અષાડ સુદ ૬-૭ ને રાજ ગણીપદ આપવાની અને શુદ ૯-૧૦ ને રોજ અનુયાગાચાર્ય (પન્યાસ) પદ્મ આપવાની ક્રિયા શાશ્ત્રાતવિધિ વિધાનપૂર્વક આચાર્ય મહારાજશ્રીએ નિવિ જ્ઞ રીતે કરાવી હતી. અને તેમણે તેમજ શ્રી સંઘે અનુયાગાચાર્ય (પંન્યાસ) શ્રી દનવિજયજી ગણી, અનુયેાગાચાર્ય (પંન્યાસ) શ્રી ઉદયવિજયજી ગણી, તથા અનુયાગાચા (પંન્યાસ) શ્રી પ્રતાપવિયજી ગણી તરીકે વાસક્ષેપ કરી જય જયકાર ધ્વનિથી તેમને વધાવી લીધા છે. આચાર્ય મહારાજશ્રીએ અનુયે ગાચાર્યેઅને તથા મુનિઓને તે વખતે જે બેધ આપ્યા છે તે ઘણે અસરકારક અને મનન કરવા યોગ્ય હતા. અનુયાગાચા પદનુ વિધાન થયા પછી જેએને માટે ઘણા મેાટા યુરોપીયન એફિસરોના સટીફિકેટો છે, જેમનુ નામ સ ́સારી અવસ્થામાં “એડીવાળા માસ્તર' તરીકે પ્રસિદ્ધ હતું, અને જેએનુ' અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી જ્ઞાન ઘણું ઊંચુ' છે, જેએ હાલ દીક્ષા લઈ મુનિ ચંદનવિજયજી મડ઼ારાજ તરીકે ઓળખાય છે, તેઓએ ખાજોઠ ઉપર બેસી ઇંગ્લીશમાં એક છટાદાર ટુંકુ ભાષણ કર્યુ હતુ, અને બે હુજારા જૈનાથી વધાવી લેવામાં આવ્યું હતું. આખું અઠવાડિયુ' અઠ્ઠાઈ મહે।ત્સવ, પૂજા, પ્રભાવના, અને સ્વામિવત્સલ વિગેરે ધર્મકાર્યથી ણા આનંદ સાથે પસાર થયુ હતુ. શુદ ૮ ના રોજ ખડી ધામધૂમથી રથયાત્રાનેા વરાડા કાઢવામાં આવ્યા હતા. તેમાં ચાંદીના રથમાં અને પાલખીમાં ભગવાન્ પધરાવવામાં આવ્યા હતા. સાથે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તથા સર્વ મુનિમહારાજ હતા. તેની રચના એવી તા અપૂર્વ થઈ હતી કે હજારા જૈનેા ઉપરાંત અન્યદર્શની ભાઈઓએ પણ ઘણા ઉત્સાહ બતાવી અક્ષય પુણ્ય માંધ્યું હતું. ૧૩૪ વળી આ મહાત્ માંગલિક પ્રસ ંગે એવા અદ્ભુત ધર્માં–પ્રભાવ દેખાયા હતા કે જ્યારે ગણીપદ અને પંન્યાસપત્નની ક્રિયાની શરૂઆત થતી હતી કે તરત જ વર્ષાદ તદ્દન ખંધ, અને ક્રિયા પૂરી થયા પછી વર્ષો શરૂ. ત્યારપછી વાજતે ગાજતે બહારની વાડીના દેરાસરે દર્શન કરવા જતી વખતે વર્ષોદ અંધ અને વરઘેાડા ઉતર્યા પછી પાછે વર્ષાદ શરૂ. અને પાછા નાકારશી જમતી વખતે વર્ષાદ બંધ, અને નાકારશી જમ્યા પછી વર્ષાદ શરૂ. આઠમને દિવસે માટે વરઘોડા ચડ્યો હતેા, ત્યારે પણ વર્ષાદ બંધ, અને વરઘેાડા ઉતર્યા પછી વર્ષાદ શરૂ. આમ પાંચે દિવસ થવાથી જૈનધર્મના પ્રભાવ વિષે અન્ય દશનીએએ પણ અતિ અનુમેાદના કરી છે, અને અનેક જીવાએ એધિબીજની સન્મુખ દશા પ્રાપ્ત કરી છે. કપડવંજના શ્રીસ થે બહારગામથી આવેલા જૈનભાઈઓની સરભરા કરવા માટે તનમન અને ધનના ભેગ આપવામાં બિલકુલ કચાશ રાખી નથી. તેઓ બહારગામથી પધારેલા જૈનભાઈ એની બરદાસ કરવાને કટિબદ્ધ થઈ રહ્યા હતા. ધન્ય છે આવી સ્વામીભક્તિ અને નિરભિમાનતાને. નગરશેઠ જેશીગભાઇ પ્રેમાભાઈ, શેઠ શામળભાઈ નથુભાઈના વિવેકી અને ખાહેાશ મુનીમ મી. વલ્લભરામ, શેઠ જમનાદાસ કરમચંદ, શેઠ વાડીલાલ જમનાદાસ, શેઠ બાલાભાઈ દલસુખભાઈ, શેઠ વાડીલાલ દેવચંદ, શેઠ ચીમનભાઈ ખાલાભાઈ, શા. ન્યાલચંદ કેવળદાસ, તથા પ્રેમચંદભાઈ વિગેરે ગૃહસ્થા બહારગામથી આવેલા પરાણાઓને પેાતાને ઘેર ઉતારી તેમની સરભરા કરવામાં ઉભા ને ઉભા રહ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy