________________
શાસનસમ્રાટું
પાપમાંથી ઉગાર્યા. આ દરેક ગામમાં નરોત્તમદાસ સાથે હતા. તેમણે ગામેગામના માછીઓની જાળે ભેગી કરી, અને છેવટે એ બધી જાળને દાઠાગામની બજાર વચ્ચે અગ્નિદેવને સ્વાધીન કરી દીધી.
વળી કેટલાંક ગામોમાં દેવીના નામે પાડાં, બકરાં, વિગેરે અબેલ અને નિર્દોષ પશુઓને વધ નવરાત્રિ વિ. દિવસોમાં થતું હતું. તે પણ પૂજ્યશ્રીએ પિતાના ઉપદેશ દ્વારા બંધ કરાવ્યો.
ખરેખર ! પૂજ્યશ્રીના ઉપદેશ–વચને, એ અચિત્ય–ફલદાયક મંત્ર સમા જ હતા, કે જેના મહાન પ્રભાવથી આવા અબુઝ માછીએ પણ પિતાને વંશપરંપરાગત હિંસક બંધ છોડીને સન્માર્ગે જોડાયા. અને ત્યારપછી તેઓ પૈસેટકે તથા બીજી દરેક રીતે ખૂબ સુખી થયા.
મહાપુરૂષના અંતરમાં અમૃતને કંપિ ભર્યો હોય છે. એનાં એક-બે, ફકત એક-બે જ બિન્દુ પણ જે મળે, તો કામ થઈ જાય. માછીઓની વાતમાં પણ એમ જ બન્યું. એમને પણ પૂજ્યશ્રીના અંતરના અમૃત–પામાંથી થોડાંક અમી-છાંટણા સાંપડી ગયા, ને એમનું કામ થઈ ગયું. ભયંકર પાતકમાંથી તેઓ તે ઉગર્યા, સાથે પેલાં જલચર પ્રાણિઓને પણ અભયદાન મળ્યું. આ એ અમૃત-બિન્દુને અને પ્રભાવ જ હતું ને !
જીવદયાનું આ મહાન કાર્ય કરતાં પૂજ્યશ્રી દાઠા વિ. ગામમાં વિચારી રહ્યા હતા, ત્યાં તેઓશ્રીને સમાચાર મળ્યા-કે-“શ્રીઅંતરીક્ષજી તીર્થ અંગેના દિગંબરોની સાથેના કેસ(Case)માં પં. શ્રી આણંદસાગરજી મ. (શ્રીસાગરજી મ.) મુશ્કેલીમાં મૂકાયા છે. આ સમાચાર મળતાં જ પૂજ્યશ્રીએ તારટપાલના મથકે રહેવાનો નિર્ણય કર્યો, અને તળાજા ગામે પધાર્યા. અને પ્રસ્તુત કેસમાં વિજય મેળવવા માટે સર્વ પ્રકારના પ્રયાસો પૂરઝડપે ચાલુ કર્યા. અમદાવાદ– શેઠ આ. ક. પેઢીના અગ્રણીઓને તાર–પત્રો દ્વારા ઝીણવટ અને કુનેહભર્યું માર્ગ દર્શન આપવા લાગ્યા. બીજી બાજુ ભાવનગરના આગેવાનોને તથા શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીયા સેલીસીટરને બોલાવીને તેઓને યેગ્ય સલાહ-સૂચનો આપ્યા. નડિયાદના સૂબા નાનાસાહેબ, તથા પન્ના ટેટના એક મીનીસ્ટર (પ્રધાન) કે જેમની જુબાની ઉપર કેર્ટ (coart) મે આધાર રાખતી હતી, તેમને બોલાવી, એગ્ય સૂચનાઓ આપીને જુબાની માટે બારસી મોકલ્યા. આમ શક્ય એટલા સર્વ પ્રયત્ન કરવામાં પૂજ્યશ્રીએ કઈ ખામી કે કચાશ ન રાખી.
તેઓશ્રીની જાજ્વલ્યમાન પ્રતિભા, કુનેહ, અને સતત પ્રયાસના પરિણામે, તથા તેઓશ્રીના માર્ગદર્શન તેમજ સલાહ-સૂચન મુજબ કેસ લડવામાં આવતાં છેવટે કેસમાં શેઠ આ. ક. ની પેઢીને એટલે કે વેતામ્બરેને જવલંત વિજય થયો. શ્રી સાગરજી મ. ના શિરેથી મુશકેલીનું વાદળ દૂર થયું, અને દિગમ્બરેને પરાજય થયે.
. ત્યારપછી મહુવાના શ્રીસંઘની વિનંતિથી પૂજ્યશ્રી મહુવા ચાતુર્માસાર્થે પધાર્યા, અને વિ. સં. ૧૯૬પ નું ચાતુર્માસ ત્યાં જ કર્યું. પૂજ્યશ્રીના સંસારી-અવસ્થાના પિતાજી શ્રીલક્ષ્મીચંદભાઈ તે બે વર્ષ થયા સ્વર્ગવાસ પામ્યા હતા. પણ પૂજ્યશ્રીના માતુશ્રી દિવાળીબા, તથા લઘુ બંધુ શ્રી બાલચંદભાઈ વિગેરે હતા. પિતાની જન્મભૂમિમાં તેઓશ્રીનું આ બીજું ચોમાસું હતું. એમાં અનેકવિધ શાસનપ્રભાવનાના કાર્યો થયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org