________________
શાસનસમ્રાટું
સુવિહિત-ગીતાર્થ બનવું પડે.
આવા તે કંઈ કંઈ ગુણો મેળવવા અને કેળવવા પડે ત્યારે એ મહામુનિ આ આચાર્ય. પદવીની ગ્યતાવાળા ગણાય.
જૈનધર્મ પ્રકાશ'ના ઉપરના લખાણ પરથી આપણને જણાય છે કે–પૂ. પં. શ્રી ગંભીરવિજયજી મ. પછી આપણું પૂજ્યશ્રી આચાર્ય પદવી માટે-જ્ઞાન-ત્યાગ-શાસનપ્રભાવતાઅલૌકિક બુદ્ધિમત્તા-ગીતાર્થતા-નિર્દભ પરોપકારિતા અને કાર્યકુશલતા આદિ સર્વ પ્રકારે
ગ્ય અને લાયક જ હતા. અને તેથી જ તેઓશ્રીને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. - સાચા અર્થમાં તેઓશ્રી ભાવાચાર્ય તો હતા જ. હવે તેઓને દ્રવ્યાચાર્યપદ શ્રીસંઘની સાખે આપવામાં આવ્યું, તેથી તેઓશ્રીના પ્રભાવમાં દિવ્યતેજમાં કેઈ અપૂર્વ વધારે છે.
ભારતભરમાં વિદ્યમાન સંગી–તપાગચ્છીય મુનિરાજેમાં વિધિસહિત ગદ્વહન કરવા પૂર્વક આચાર્યપદવી પ્રાપ્ત કરનાર આપણું ચરિત્રનાયકશ્રી સર્વપ્રથમ હતા. હવેથી તેઓશ્રી સમગ્ર તપાગચ્છના એકમાત્ર સ્વામી-શિરતાજ-સમ્રાટ્ થયા.
સૂરિઓના ચક્રમાં-મંડલમાં તેઓશ્રી ચક્રવતી સમા ભવા લાગ્યા.
[૨૬]
જીવદયાના જ્યોતિર્ધર
સં. ૧૯૬૪નું આ ચાતુર્માસ ભાવનગર–શ્રીસંઘના અત્યાગ્રહથી આપણું ચરિત્રનાયક પરમપૂજ્ય તપાગચ્છાધિપતિ સૂચિકચકવતી શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબે ભાવનગરમાં કર્યું. તેઓશ્રી તથા મુનિશ્રી મણીવિજયજી મ. (શ્રી સાગરજી મ. ના ભાઈ) વગેરે સપરિવાર સમવસરણના વડે ચાતુર્માસ બિરાજ્યા અને પૂજ્ય પંન્યાસજી મ. શ્રી ગંભીરવિજયજી મહારાજ આદિ સપરિવાર મારવાડીના વડે બિરાજ્યા.
અમદાવાદમાં પગથીયા ઉપાશ્રય, કે જે વિમળગચ્છને ખાસ ઉપાશ્રય ગણત, તેના આગેવાન સંગ્રહસ્થ શેઠ સાંકળચંદ મોહનલાલ નામે હતા. તેઓ મુહપત્તિ બાંધીને વાંચનાર મુનિનું વ્યાખ્યાન સાંભળવાનો જ આગ્રહ રાખતા, પરંતુ જ્યારે પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજતા હતા ત્યારે તેઓશ્રીની પાસે તેઓ વ્યાખ્યાન સિવાયના સમયે તત્ત્વજ્ઞાનના પ્રકોના જવાબ મેળવવા વારંવાર આવતા. પૂજ્યશ્રી પણ તેમના પ્રશ્નના ખુલાસાવાર સંતોષપ્રદ જવાબ આપતા હોવાથી તેમને પૂજ્યશ્રી ઉપર અનહદ રાગ થયો હતો. તેઓ આ ચોમાસા પૂર્વે પાલિતાણા યાત્રા કરીને ભાવનગર આવ્યા. અને ત્યાં-મુહપત્તિ ન બાંધનાર સાધુ મ. નું વ્યાખ્યાન શ્રવણ ન કરવું, એવા પિતાનો આગ્રહ હોવા છતાંય, અને કુટુંબીઓને વિરોધ છતાંય–પૂજ્યશ્રી ઉપરની દઢ શ્રદ્ધાને કારણે તેમણે નિર્ણય કર્યો કે-ચેથું બ્રહ્મચર્યવ્રત તો પૂજ્યશ્રી પાસે જ ઉચ્ચરવું છે. અને તે પ્રમાણે તેઓએ ભાવનગરમાં નાણુ મંડાવીને પૂજ્યશ્રી પાસે ચેાથું બ્રહ્મચર્યવ્રત તથા બીજાં વ્રત ઉચ્ચર્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org