________________
પ્રથમ અમે તે ઉપકારી પ્રવર્તક પ. પૂ. સુમિ-પ્રવર શ્રી નિરંજનવિજયજી મ. ને કૃતજ્ઞતાપૂર્ણ અભિવાદના કરીએ છીએ. આ સાથે ક્ષમાયાચનાપૂર્વક એટલી સ્પષ્ટતા કરવી આવશ્યક સમજીએ છીએ કે, આ પ્રકાશનમાં રહેલી સર્વ કઈ ક્ષતિ એ અમારા પ્રમાદનું પરિણામ છે.
આ પ્રકાશનને મૂર્તરૂપ આપવામાં અનિવાર્ય આવશ્યકતા રૂપ આર્થિક સહયોગ આપનાર સર્વ ગુણાનુરાગીએને અનુમોદનાયુક્ત અભિનન્દન. આ પ્રસ્તુત ગ્રન્થના આગોતરા ગ્રાહક થનાર મહાનુભાવના સહકાર તથા ધીરજ બદલ હાદિક આભાર.
આ ગ્રંથમાં આલેખાયેલા ચિત્રોના ચિત્રકાર શ્રી દલસુખભાઈએ આત્મીયભાવે આપેલ સહગની સવિશેષ નોંધ લેતાં હર્ષ અનુભવીએ છીએ.
અંતમાં, બે અપેક્ષાઓ :
૧. આ પ્રકાશનમાં રહી ગયેલ ક્ષતિઓ બદલ ક્ષમાપ્રાર્થનાને સાનુકુળ પ્રતિસાદ
૨. પ્રસ્તુત પ્રકાશનને વાંચનથી ઉપલબ્ધ થનાર સત્ત્વશીલ પરિણામ શુદ્ધિકારક તને સર્વ કેઈ આત્મકલ્યાણાર્થે ઉપયોગ કરવા પ્રયત્નશીલ બનશે તે અમારે પરિશ્રમ સાર્થક લેખાશે. જે. સુ. ૧
તી. પ્રકાશન સમિતિવતી વિ. સં. ૨૦૪૨
રાજેશ આર. શેઠ - તા. ૮-૬-૧૯૮૬
વ્યવસ્થાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org