________________
શ્રી નેમિ સૌરભ અમદાવાદના આગેવાને આવી પહોંચ્યા. ભાવ ઉલાસે યાત્રા કરી પૂજ્યશ્રી સાથે ખરેડી-આબુ રોડ આવ્યા. - ખરેડીથી આ બુ-દેલવાડા પધારતા રસ્તામાં આરણાની તળેટીએ એક દિવસ થિરતા કરી. અહીં સાધુ-સાવીને તથા ગૃહસ્થાને રહેવા માટે એગ્ય સગવડ કે વ્યવસ્થા ન હતી, એ જોઇને પૂજ્યશ્રીએ શેઠ શ્રી માણેકલાલભાઈને ઉપદેશ આપતાં તેઓશ્રીએ ત્યાં એક ધર્મશાળા બંધાવી.
આરણ તળેટીથી આબુન્દેલવાડા પધાર્યા. પૂજ્યશ્રીએ ખુબ ભાવલાસે દાદાની યાત્રા કરી. સાથેના સગ્રુહ એ. પણ દ્રવ્ય-ભાવથી અનેરા ભાલાસે સ્નાત્ર પૂજા ભણાવીને યાત્રા કરી ખુબ આનંદ પામ્યા.
આ વખતે અહીં પૂજ્ય પં. શ્રી નીતિવિજયજી મહારાજ મારવાડથી વિહાર કરીને આવ્યા હતા. બન્ને શાસન પ્રભાવકે મળ્યા. તેઓએ પરસ્પર મળી આનંદ વ્યક્ત કર્યો. અને જણાવ્યું કે, “અમે અમદાવાદ જઈએ છીએ.” એટલે પૂજ્યશ્રીએ જણાવ્યું, “તમે અમદાવાદ જાવ ત્યારે પાંજરાપોળના ઉપાશ્રયે ઉતરવાનું રાખજે, તેમજ ચાતુર્માસ પણ ત્યાં જ કરજો.
પૂ. પંન્યાસ શ્રી નીતિવિજયજી મહારાજે પણ વાત સ્વીકારી લીધી અને આબુદેલવાડાથી વિહાર કરી તેઓ શ્રી અનુક્રમે અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે પધારીને વિ. સં. ૧૯૭૧ નું ચાતુર્માસ પણ ત્યાં જ કર્યું.
૩૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org