________________
શ્રી નેમિ સૌરભ
બેલતા હતા તેને અર્થ પ્રવર્તકજી મહારાજ કરતા હતા. તે વખતે શ્રી યશોવિજયજીએ તેમને સૂચના કરી કે
હવે જલદી કરે. વધારે સમય નથી.”
પંન્યાસજી મ. પણ આ સાંભળીને વિચારમાં પડી ગયા. તેમણે બોલવાની ઝડપ વધાવી; અને એ છેલ્લો આલા બોલાયે, પ્રવર્ત કજીએ તેને અર્થ કહ્યો. અને એ પૂર્ણ થતાંની સાથે જ પ્રવકજીના અમર આત્માએ શ્રી અરિહંતના ઉચ્ચાર સાથે સ્વગપુરના પંથે પ્રયાણ આદરી દીધાં.
. સો કોઈના મસ્તક ઝુકી પડયા. સી બોલી રહ્યા. ધન્ય મૃત્યુ! સમાધિ ! 'આ સમય દરમ્યાન આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી અમદાવાદથી ઉગ્ર વિહાર ૧૮ માઈલ દૂર આવેલ નાયકા ગામના પાદરમાં જ પહોંચ્યા હતા. ત્યાં જ શેઠ શ્રી. પ્રતાપસિંહભાઈ શ્રી. યવિજયજી મ. સા. ની કાળધર્મના આઘાતજનક સમાચાર આપ્યા. પૂજ્યશ્રી નાયકા ગામમાં પધાર્યા. તથા પિતાના એક અતિ પ્રિય તેમજ આશાસ્પદ વિદ્વાન શિષ્યને વિયેગા થયે હતે. તેથી ઉદાસ ભાવે દેવવંદન આદિ ક્રિયાઓ કરી તે દિવસે ત્યાંજ સ્થિરતા કરી..
૩૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org