SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ મળે. શ્રી નેમિ સૌરભ તેમના પછી પેઢીના પ્રમુખસ્થાને નગરશેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ આવ્યા. તેઓ ફક્ત બે માસ સુધી પ્રમુખ તરીકે રહ્યા, અને પિતાની ૨૮ વર્ષની વયે જ અવસાન પામ્યા. તેમની તેજસ્વી બુધિ શકિત અધિક પરિચય આપણને કે શ્રીસંઘને ન મળે. તેમના પછી નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ પઢીના પ્રમુખ બન્યા. તેમને આપણા ચરિત્રનાયક પૂજયશ્રી ઉપર અવિહડ અને અનન્ય પ્રેમ તેમજ ભક્તિ હતી. કુનેહ અને બુદ્ધિમાં તેઓ અજોડ હતા. પૂજ્યશ્રીની સલાહ લીધા વિના-પેઢીનું કે શ્રીસંઘનું કઈ પણ કાર્ય તેઓ કરતા નહિ. પૂજ્યશ્રી જે સલાહ આપે, જે આજ્ઞા ફરમાવે, એ જ અનુસાર આખી પિઢી તથા નગરશેઠ કાર્ય કરતા. અને એટલા જ માટે પ્રસ્તુત બંધારણની પુનરચનાના પ્રસંગે પણ પૂજ્યશ્રીને શ્રીસંઘની વિનંતીથી કલેલથી કપડવંજ ન જતા અમદાવાદ પધારવું પડ્યું હતું આમ આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી સાચા અર્થમાં શાસન સમ્રાટ અથવા સંઘનાયક હતા. તે આ પ્રસંગથી પુરવાર થાય છે. હવે પેઢીના બંધારણનું કાર્ય શરૂ થયું. વિ. સં. ૧૯૬૯ માગસર વદ ૫-૬-૭ના એમ ત્રણ દિવસ રાખ્યા. ૩૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy