________________
| શ્રી નેમિ સૌરભ કરી દિવ્યવાણથી વૈરાગ્યની સુવાસ રેલાવી, જીવનમાં ધર્મ વસાવી જીવન ધન્ય કરવા, સસ્પેરણુને સંદેશ સાંભળીને સર્વના હૈયામાં ખરેખર અપૂર્વ આનંદ આનંદ થઈ ગયે.
આપણા જ નગરના નરસિંહ સ્વરૂપ પૂજ્ય આચાર્ય ભગવંતને નિરખી નિરખીને સઘળાના હૃદયમાં અપૂર્વ આનંદની ઉર્મિઓ ઉઠવા લાગી. વ્યાખ્યાનમાં દિન પ્રતિદિન શ્રોતાઓની સંખ્યા વધવા લાગી. જૈન કે જેનેતર લેકે પણ કહેવા લાગ્યા : આપના નગરના પનોતા પુત્ર છે ! કેવી અદભુત મધુરી છટાદાર વાણી છે! અલૌકિક વિદ્વત્તા ! વર્ષોથી જૈનશાસનની પ્રતિભાને ખરેખર ઝળહળતી બનાવી રહ્યા છે! - મહુવાની પ્રજાને પિતાના આંગણે જન્મેલ અને ઉછરેલા મહાપ્રભાવશાળી ઉત્તમ નરરત્ન છે, પૂજયશ્રીએ પુણ્ય ભૂમિ મહુવાની કીર્તિ વિસ્તારી છે ! ને પિતાના પરિવારની પણ જગતમાં નામના મેળવી છે.
આપના ચરિત્રનાયક પૂજ્યશ્રીના વંદનાથે અને દર્શનાર્થે દુર દુરથી ભાવિકે આવતાં અને વ્યાખ્યાનમાં વિવિધ જાતની પ્રભાવના થતી. સાધર્મિક ભકિત પણ અનેરા ઉલ્લાસથી કરતા. સહુ મહુવાની ભક્તિની ભૂરિ ભૂરિ અનુદના કરતા થાકતા નહિ!
૨૭૬ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org