________________
શ્રી નેમિ સૌરભ
૬. નવપદજીની, ૭. બાર વ્રતની અને ૮. નંદીવર દ્વીપની પૂજા ભણાવવામાં આવી હતી. ફળ નૈવેધાદિક વડે સારી રીતે દ્રવ્યભકિત કરવામાં આવતી હતી. તે સાથે બહારગામથી પ્રસિદ્ધ સંગીતકારોને પણ બોલાવેલા હતા. જેથી ભાવભકિતમાં પણ સારે રસ જામતે હતે. - આચાર્ય પદારેપણને દિવસ જે શુદિ ૫ ગુરૂવારને હેવાથી શુદિ ૪ થે બહારગામથી ઘણું ગૃહસ્થ પધાર્યા હતા. અમદાવાદથી નગરશેઠ શ્રી ચીમનભાઈ લાલભાઈ શ્રી કસ્તુરભાઈ મણભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શ્રી દલપતભાઈ મગનભાઈ, કાલિદાસ ઉમાભાઈ શ્રી મેહનલાલ મુળચંદભાઈ તથા વકીલ મેહનલાલ મગનલાલ, અને શ્રી જૈનતત્વ વિવેચક સભાના આગેવાન સભાસદે ઉપરાંત ખંભાતથી શેઠ પોપટલાલ અમરચંદ અને શ્રી પરશોત્તમભાઈ પોપટલાલ વિગેરે સુરતથી ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ, બોટાદથી શેઠ લલ્લુભાઈ ભાઈચંદ તથા શ્રી છગનલાલ મુલચંદ, મહુવાથી શેઠ ગાંડાલાલ આણંદજી વિગેરે વિગેરે અનેક દૂર દૂર ગામના આગેવાને આવ્યા હતા,
અમદાવાદના ગૃહસ્થ રાજ્ય તરફના ઉતારે ઉતર્યા હતા. તે ઉપરાંત અનેક પૂજ્ય મુનિભગવંતેના તથા ગૃહસ્થોના તારે, પગે બહુ મોટી સંખ્યામાં આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org