________________
શ્રી નેમિ સૌરભ
કહ્યું : “આયુષ્યના ભરોસે ન રહેતાં જીવનની પ્રત્યેક પળને ઉપગ શ્રી જિનાજ્ઞા મુજબ ધર્મારાધનામાં ગાળવામાં ઉદ્યમવંત રહેવામાં જ મુનિ જીવનની સાર્થકતા છે.”
એવામાં બે રસદમાં પ્લેગના ચેપી રેગે દેખાવ દીધે. મુનિ શ્રી દર્શનવિજયજી, મુનિ શ્રી ઉદયવિજયજી આદિ મુનિવરે તાવમાં સપડાયા. એટલે પૂજ્યશ્રીએ ગામ બહારની વાડીમાં જઈને સ્થિરતા કરી.
- ઉક્ત સર્વ મુનિવરે, પૂજયશ્રીની કૃપાદ્રષ્ટિથી છેડા દિવસમાં સાજા થયા એટલે પૂજ્યશ્રી ત્યાંથી સર્વે મુનિ - રાજે સાથે વિહાર કરીને અનુક્રમે છાણી પધાર્યા.
છાણમાં પૂજ્યશ્રીને કલાને વ્યાધિ થયે, ખેરાફ લે એટલે તરત ઠલ્લે જવું પડે. આથી શારીરિક નબળાઈ ઘણી જણવા લાગી.
પૂજ્યશ્રીની માંદગીના સમાચાર જાણુને પૂજ્ય પં. શ્રી આનંદસાગરજી મ. પિતાના બે શિષ્ય સાથે છાણી પધાર્યા અને પૂજ્યશ્રીની સારવાર–વૈયાવચ્ચમાં જોડાયા.
શ્રી અદ્વૈતાનંદ નામે એક વિદ્વાન સંન્યાસીની દેશી દવાથી પૂજ્યશ્રીનું આરોગ્ય સુધરવા લાગ્યું, ત્યાં તેઓ શ્રીના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી બિમાર પડયા. માંદગી એકાએક વધી ગઈ. ગળામાં કફ અટકવા માંડ
૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org