________________
શ્રી નેમિ સૌરભ
આ એ કાળ હતું કે જ્યારે દીક્ષા બાબતમાં જૈનેમાં પણ ખાસ રૂચિ નહેાતી જાગી. તે જોઈને પૂજ્યશ્રી ચિંકયા અને ફરમાવ્યું કે, નાનકડા એક કુટુંબના મટીને તમે આખા વિશ્વના બનશે ત્યારે વિશ્વ ત્રણ અદા કરીને સર્વ કર્મથી મુક્ત થઈ શકશે. દીક્ષા એટલે અ૫ને છેડીને પરમને સ્વીકાર કરો, તે તથા જિનેશ્વર શ્રી વીતરાગ પરમાત્માની સર્વ જીવહિતકાર આજ્ઞા સાથે ત્રિવિધ નાતો બાંધવે તે.
પૂજ્યશ્રીના આવા અનેક વ્યાખ્યાનોએ તાવ ઉપર કરિયાતાનું કામ કર્યું. અનેક ભાઈ-બહેનના દિલમાં દીક્ષા પ્રત્યે અનન્ય આદર- સદ્દભાવ પેદા થયો હતે. એક યાદગાર પ્રસંગ.
અમદાવાદના આ ચાતુર્માસમાં ફતાસાની પિળના રહીશ શ્રી મનસુખમામાના નામે ઓળખાતા શ્રાવક એક
કરેને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. એ છોકરે તેમને ત્યાં રહેતો હતો. એની તેજવિતા અને ભવ્યતા જોઈને તેમને વિચાર આવ્યું કે, જો આ છોક શ્રી જેસીંગભાઈ જેવા શેઠને ત્યાં હાઇ તે તેને સારો વિકાસ થઈ શકે. આથી તેઓ તેને શ્રી જેસીંગભાઈ શેઠના ઘેર મૂકવા માટે લઈ જતા હતા. શેઠનું ઘર જેસીંગભાઈની . -વાડીમાં હતું. તેમાં જવાને માર્ગ પાંજરાપોળ થઈને
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org