________________
શ્રી નેમિ સૌરભ
કારણે પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં અનેક સંપ્રદાયના ભાઈએ નિ:સંકેચ ભાવે આવતા અને આત્માના હિતનું શ્રેયસ્કર ભાતું લઈને જતા.
ખેડામાં એક માસકલ્પ કર્યો. તે કાળે ખેડાના શ્રીસંઘમાં બે પક્ષ હતા, એક સંવેગી પક્ષ, બીજે યતિ પક્ષ. સંવેગી પક્ષ સંવેગી સાધુઓને જ માને; જ્યારે યતિપક્ષ યતિઓનેજ ગુરુ માને. બન્ને પક્ષે વચ્ચે એવી મડાગાંઠ પડી ગયેલી કે એક પક્ષના શ્રાવકો અન્ય પક્ષના ઉપાશ્રયે વ્યાખ્યાન-વાણી શ્રવણ કરવા પણ જતા નહિ. આપણુ ચરિત્રનાયકશ્રીને પ્રભાવ કહો કે તેમના વ્યાખ્યાનને જાદુ ગણે, તેઓશ્રીના વ્યાખ્યાનમાં બન્ને પક્ષના શ્રાવકો દધા પૂર્વક આવતા. પેટલાદની જેમ ખેડામાં પણ પૂજ્યશ્રી જીવદયાને સાટ ઉપદેશ આપી પાંજરપિાળ” ના નિર્વાહની સુંદર વ્યવસ્થા કરાવી આપી.
પૂજ્યશ્રીએ ખેડામાં અહિંસા, સંયમ અને તપ ની પવિત્ર ગંગા વહાવીને બારેજા પધાર્યા. અહીંયા અમદાવાદના આગેવાન શ્રેષ્ટિઓ પૂજ્યશ્રીને અમદાવાદ પધારવા વિનંતિ કરવા આવ્યા હતા.
નગરશેઠ મણીભાઈ તે વખતે સ્વર્ગવાસ પામ્યા હતા. તેમના સ્થાને નગરશેઠ તરીકે શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ હતા, તેમની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી
-
૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org