________________
શ્રી નેમિ સૌરભ ત્પાતિકી બુદ્ધિના સ્વામી આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ એક સરસ ઉપાય શોધી કાઢયે. તે ઉપાય અનુસાર વહેલી સવારે સ્પંડિલ-શુધ્ધિએ જતા હોય, તેમ પૂજ્યશ્રી દાનવિજયજી મ. આદિ કેટલાક સાધુઓ પાલિતાણુંથી નીકળી ગયા. વિહાર કરી જેસર પધારી ગયા. જેસર પહોંચી છેડા દિવસ ત્યાં સ્થીરતા કરી.
હવે પછીનું પાલિતાણાનું વાતાવરણ જોવા તથા તેને ચોખ્ખું કરવા માટે આપણા ચરિત્રનાયક પૂજયશ્રી પાલિતાણા રોકાયા, અને થોડા દિવસોમાં જ ત્યાંના વાતાવરણની કવિતા કુનેહથી દૂર કરી. શ્રી સિદ્ધાચલ મહાતીર્થની ઉલ્લાસભાવે યાત્રા કરીને ગારિયાધાર પધાર્યા.
ગારિયાધારમાં છઠ્ઠુંના પારણે છઠ્ઠ કરતા મહા તપસ્વી પૂજય મુનિ શ્રી ખાતિવિજયજી મ. (દાદા) તથા પૂજય મુનિ શ્રી મતિવિજ્યજી મ. આદિ બિરાજતા હતા. તેમની નિશ્રામાં પૂજ્યશ્રી પધાર્યા. તેમને જોઈને એ પૂજ્ય મુનિવરને ખૂબ આનંદ થશે. પુશ્રી મોતિવિજ્યજી મ. શ્રી આપણા ચરિત્રનાયકે પૂજ્યશ્રી ઉપર ખૂબ વાત્સલ્ય રાખતા. અહીં થોડા દિવસ સ્થિરતા કરીને જેસર પધાર્યા પૂજય મુનિ શ્રી દાનવિજ્યજી મહારાજને પુનઃ મેલાપ થશે. પાલિતાણા સંબંધી બધી વાતચિત કરી.
પૂજ્ય મુનિ શ્રી દાનવિજયજી મહારાજ આદિ બધાય
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org