________________
શ્રી નેમિ સૌરભ
આ સાંભળીને શ્રી લક્ષ્મીચંદભાઈ સહજ ગુસસે થયા, અને કેસ કરવાની ધમકી આપી. તે બહાર જઈને થોડી વારે મેજીસ્ટ્રેટ શ્રી મગનલાલભાઈને ઉપાશ્રયે લઈ આવ્યા. એક બાજુ બા-બાપુજી બેઠા છે તેમણે શ્રી નેમવિજ્યજીની ઉલટ તપાસ શરૂ કરી. દીક્ષા લેવા બાબત અનેક પ્રશ્નો પૂછયા. નૂતન મુનિરાજે જે સત્ય હતું, તે નિડરપણે જણાવી દીધું. તેમજ સંયમ ગ્રહણ કરવાના માનવના અધિકારને પડકારવાની સત્તા કેટને નથી એમ મેજીસ્ટ્રેટને જણાવી દીધું.
પૂજય શ્રી વિજયજી મહારાજ સાથે મેજીસ્ટ્રેટ વાર્તાલાપ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org