________________
ત્રણમુક્તિનો અતિનમ્ર પ્રયત્ન
(પ્રકાશકનું નિવેદન) ઉપકારીના ઉપકારનો સ્વીકાર કરવો અને એમના ઋણમાંથી મુક્ત થવાને અલ્પસ્વલ્પ, અદને પ્રયાસ કરે, એને પણ ધર્મકર્તવ્ય લેખવામાં આવ્યું છે, કારણ કે, કૃતજ્ઞતા માનવીને ગુણગ્રાહક વૃત્તિનું અમૂલ્ય વરદાન આપીને એને પોતાની જાતનું કલ્યાણ કરવાના સર્વમંગલકારી માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. ભારતની ધર્મસંસ્કૃતિમાં ઋષિઓનાસંતોના ઋણનો સ્વીકાર કરવાનો અને એ ઋણની યથાશય ચુકવણી કરવાના પ્રયાસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે અને આદેશ આપવામાં આવ્યો છે, તે આટલા જ માટે. જીવંત અને જગમ (હાલતા-ચાલતા) તીર્થ સમા સંતોને ઉપકાર અસીમ ગણાય છે અને એને બદલે કયારેય વાળી શકાતું નથી.
પરમપૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, શાસનસમ્રાટ, આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને એમના શીલ-પ્રજ્ઞાની જીવનસ્પશી આરાધનાથી શોભતા વિશાળ શ્રમણ-સમુદાયે આ યુગમાં જૈન શાસનની સેવા, રક્ષા અને પ્રભાવના કરવામાં જે વિશિષ્ટ ફાળો આપે છે તે અમૂલ્ય, ચિરસ્મરણીય અને વર્તમાન સમયના જૈન પરંપરાના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંક્તિ થઈ રહે એ ભવ્ય છે. આ શ્રમણ-સમુદાયમાં જ્ઞાન અને ચારિત્રની સાધનામાં એક એકથી ચડિયાતા કેવા ઉચ્ચ કોટિના આચાર્ય આદિ સાધુ ભગવંતે થઈ ગયા અને અત્યારે પણ વિદ્યમાન છે !
- પૂજ્યપાદ મહાન શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ પણ શાસનસમ્રાટની જેમ જ જૈન શાસનની આવી જ ગૌરવશાળી વર્તમાન શ્રમણ-પરંપરાના એક તેજસ્વી સૂરિપુંગવ હતા; અને એમનું સમગ્ર જીવન જૈન શાસનની સેવા અને વાત્સલ્યભરી વ્યાપક ધર્મ પ્રભાવનાને માટે જ સમર્પિત થયું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી એમની તબિયત ઠીક ઠીક પ્રમાણમાં નાદુરસ્ત રહેતી હતી, છતાં શાસનની સેવાના નાના કે મેટા, સરળ કે અટપટા એક પણ પ્રશ્ન કે કાર્ય પ્રત્યે એમણે લેશ પણ ઉપેક્ષા કે ઉદાસીનતા દાખવી ન હતી, એ બીના તેઓએ જીવનભર દાખવેલી શાસનની દાઝ અને પૂર્ણ જાગૃતિની કીર્તિગાથા બની રહે એવી છે. આવા પરમ ઉપકારી સંત મહાત્માના અનેકાનેક ઉપકારને આપણી કેવી રીતે વીસરી શકીએ ?
આવા મહાન ઉપકારી મહાપુરુષની જિંદગીભરની અવિરત, યશજજવલ અને પ્રેરક કાર્યવાહીની સુવિસ્તૃત ચરિત્રકથામાંથી થોડી-ઘણું સામગ્રીને, એમની પુણ્ય સ્મૃતિરૂપે તથા એમના પ્રત્યે કૃતજ્ઞતાને વિનમ્ર ભાવ દર્શાવવાની દષ્ટિથી, પ્રગટ કરવામાં આવે તે તે અનેક ભાવિક આત્માઓ માટે માર્ગદર્શક અને લાભકારક બની રહેઃ કંઈક આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org