SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૦] આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ પરિણીત હતા. એમને એક પુત્રી પણ હતી. સ્વભાવે ખૂબ ઉગ્ર અને ક્રોધી. પણ સરળ અને નિખાલસ પણ એવા જ એ સરળ માનસે જ એમનામાં પરિવર્તન આણ્યું. મેટી ઉંમરે એમનેય દીક્ષા લેવાની વૃત્તિ જાગી. એ વૃત્તિને સૂરિસમ્રાટનું પ્રેત્સાહન મળ્યું. કુટુંબીઓની રજા મળી. એટલે સં. ૧૯૭લ્માં ખંભાત આવી, બીજા ત્રણ દીક્ષાર્થી ભાઈઓ સાથે, સૂરિસમ્રાટના હાથે દીક્ષા લીધી. એ પણ પૂ. આચાર્ય વિજયસૂરિજી મહારાજના શિષ્ય થયા. નામ મુનિ સુમિત્રવિજયજી પડ્યું. એમણે લગભગ ૪૪-૪૫ વર્ષ દીક્ષા પાળી. ગુરુજનનો વિનય, સાધુઓની સેવા, અભ્યાસની ખંત અને આગમશાસ્ત્રોનું જ્ઞાન, તેમ જ નિર્દોષ અને કઠોર ચારિત્રપાલનમાં એ બધા સાધુઓમાં આગળ વધી ગયા. એના પ્રતાપે એ ઉપાધ્યાયપદ સુધી પહોંચ્યા. છેટલાં વર્ષોમાં આચાર્યપદ લેવા માટે ગુરુવરેએ ઘણું સમજાવ્યા, પણ એમણે ખૂબ નમ્રતા ને મક્કમતાથી એનો અસ્વીકાર કર્યો. સમગ્ર જીવન ગુરુની નિશ્રામાં ને સેવામાં જ વીતાવ્યું. છેલ્લે સં. ૨૦૨૪માં કદમ્બગિરિ તીર્થમાં એ સ્વર્ગવાસી થયા. એમની દીક્ષાનું અને આટલા આત્મિક વિકાસનું પ્રેરણાબળ આપણા ચરિત્રનાયક અને એમના સુંદર ગુણ જ હતા, એ નિર્વિવાદ છે. સં. ૧૯૮૮માં એવું બન્યું કે, સુરિસમ્રાટને અમદાવાદ ચોમાસું રહેવા સંઘે અતિ આગ્રહ કર્યો, ને નક્કી કર્યું. હવે, એ જ દિવસે બપોરે એક વાગ્યાના સુમારે આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજીના સંસારી ભાઈ હરગોવિંદદાસ, બોટાદના સંઘને લઈને, આવ્યા. એમણે વાત કરી કે મારા પિતાજી (હેમચંદભાઈ)ની તબિયત નરમ રહે છે. એમની ઈચ્છા છે કે આ વખતે આપને વિજયનંદનસૂરિજી બેટાદ પધારો ને ચોમાસું કરે, અને એમને સમાધિ મળે એવી આરાધના કરા.” એમના કહેવાથી અમે વિનંતિ કરવા આવ્યા છીએ.” સૂરિસમ્રાટે એમને પૂછયું : “કેમ નન્દન ! શું કરીશું?” એમને શું કહેવાનું હોય? એ તો આ બધાથી પર-નિર્લેપ હતા. એમણે કહ્યું : “આદ્ર બેસવાને હવે થોડા જ દિવસ આડા છે. ઉનાળો ભરપૂર છે. વિહારમાં આપનાથી પહોંચી કેમ વળાશે?” સૂરિસમ્રાટ વિચારમાં પડી ગયા. એમની વાત સાચી હતી. પિતાના નિયમ પ્રમાણે સૂરિસમ્રાટ આ નક્ષત્ર બેઠા પછી વિહાર ન કરતા. અને હવે એની આડે ફક્ત તેર જ દહાડા બાકી હતા. એટલા દિવસમાં બોટાદ પહોંચવું કઈ રીતે ? ઘણા વિચારને અંતે એમણે અણધાર્યો નિર્ણય જાહેર કર્યો : “આજે જ સાંજે વિહાર કરે છે. તૈયાર થઈ જાવ.” સૌ સાધુઓ ઝપાટાબંધ તૈયાર થયા, ને સાંજ થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy