SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ શું તણખલું ને શું સેનું, એક પણ ચીજ, જરૂર પડે તેય, તેના માલિકની મંજૂરી વગર લે નહિ, લેવરાવે નહિ, લેનારને અનુમોદન પણ આપે નહિ. નિર્મળ-શુદ્ધ બ્રહ્મચર્યનું તેઓ પાલન કરે. જડ ને ચેતન, કઈ પદાર્થ પર તેઓ મમત્વ રાખે નહિ. સંયમ એટલે ત્યાગ અને ઈન્દ્રિયેનો નિગ્રહ. જૈન મુનિની આચારસંહિતાને આ પાયે છે. જૈનધર્મ કહે છેઃ “ત્યાગમાં જે આનંદ છે, એ ભેગમાં નથી.” આ ત્યાગમાં ખુદના શરીરની પણ મમતા ટાળવાની હોય છે. એ માટે સદા પ્રયત્નશીલ રહે, તે જૈન મુનિ કહેવાય છે. તપ એટલે નિરાહારભાવ. ગીતાજી ઉપદેશે છેઃ “જે આહારનો ત્યાગ કરે છે, તેની વિષયવાસને નિવૃત્ત થાય છે.” આ તપના અનેક પ્રકાર છે. જૈન મુનિ એ તપનું આચરણ પ્રસન્નભાવે કરે છે, અને એ દ્વારા પિતાના દેહને કસવા સાથે મનને પણ તાવે છે. મનના મેલને ધુએ છે. જૈનધર્મના કેન્દ્રમાં કર્મનો સિદ્ધાંત છે. જીવ જેવી કરણી કરે, તેવાં કમ તે એકઠાં કરે ને કાળાંતરે એનાં ફળ ભોગવે. સારાં-નરસાં કર્મ પ્રત્યે પણ નિઃસ્પૃહતા કેળવવાની પ્રક્રિયાને પ્રગન્વિત કરનારા જૈન મુનિનું કેન્દ્ર-લક્ષ્ય મોક્ષ હોય છે. એમના આચારે પણ આગવા છેઃ શ્વેત વસ્ત્રો જ પહેરવાં. જ્યાં જવું ત્યાં ઉઘાડા પગે ચાલીને જ જવું. યાંત્રિક કે પચાલિત વાહનને કદી ઉપયોગ ન કરવો. ગૃહસ્થોના ઘરેથી ભ્રમરવૃત્તિએ આહાર લઈ આવ. બાર મહિને બે કે એક વખત હાથ વડે કેશ-લેચ કરો. ઉકાળેલું પાણી પીવું. કાચા પાણીને, વનસ્પતિને, અગ્નિને ને સ્ત્રીને સ્પર્શ પણ ન કરવો. ગુરુજનનો વિનય જાળવ; એમની સેવા-સુશ્રષા કરવી. ગામેગામ પાદવિહાર દ્વારા ફરવું ને આમજનતાને ધર્મ, નીતિ ને સદાચારનો બોધ આપે. ટાઢ, તડકે, વરસાદ, ભૂખ, તરસ ને એવાં ક અગ્લાનભાવે સહેવાં. સ્વ-પર-દર્શનેના ઊંડા અધ્યયન ને અધ્યાપનમાં ઓતપ્રોત રહેવું. આ બધું કરવા પાછળ એમને એક જ આશય હોય છે. આત્માને વળગેલી અશુભ વાસનાઓનો વિનાશ કરવો, ને શુદ્ધ આત્મસ્વરૂપને પામવું; ક્રમિક આત્મવિકાસ સાધીને અંતિમ લક્ષ્યરૂપ મોક્ષને મેળવો. ક્રમિક આત્મવિકાસની આ પ્રક્રિયામાં મુનિ નન્દનવિજયજી ગુરુભગવંતનું પાવન સાંનિધ્ય પામીને, તથા સ્વયંસ્કુરિત પ્રેરણા મેળવીને દત્તચિત્ત બની ગયા. સૂરિસમ્રાટ જેવા પરમગુરુનું એમને સાંનિધ્ય મળ્યું હતું. રસકવિ જગન્નાથ કહે છે તેમ “બહારથી તલવારની ધાર જેવા તીખા, ને ફૂંફાડા મારતા નાગથીયે ભયંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy