SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ સૌના માન્ય મહાપુરુષ [૫૩] સીના માન્ય મહાપુરુષ લેખક–શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સેલત અમારા પરમ ઉપકારી, પરમકૃપાળુ, પ્રાતઃ સ્મરણીય ગુરુભગવંત શાસનસમ્રાટ પરમપૂજ્ય આચાર્ય મહારાજાધિરાજ શ્રી ૧૦૦૮ શ્રી શ્રી શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર આશીર્વાદ માત્ર મારા પિતાજી કે મારા ઉપર જ નહિ, પણ મારા સમગ્ર કુટુંબ પરિવાર ઉપર સદા વરસતા જ રહ્યા છે અને એ આશીર્વાદના જ પ્રતાપે અમે આજે પણ યથાશક્તિ ધર્મકરણી કરી શકીએ છીએ. પૂજ્યપાદ શાસનસમ્રાટ ગુરુમહારાજના આશીર્વાદ હોય એટલે તેઓશ્રીના શિષ્યપ્રશિષ્યાદિ સમગ્ર સમુદાયના પણ અમને આશીર્વાદ મળતા રહ્યા છે, અને એને જ અમે અમારે પુણ્યદય માનીએ છીએ. પૂજ્ય શાસનસમ્રાટ ગુરુમહારાજે શ્રી કદમ્બગિરિ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો અને એ પવિત્ર તીર્થની વહીવટી વ્યવસ્થા માટે શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીની સ્થાપના પણ કરી હતી. પૂ. શાસનસમ્રાટના સ્વર્ગવાસ પછી, તેઓશ્રીની આજ્ઞાનુસાર, આ પેઢી પ. પૂ. પરમોપકારી આચાર્ય મહારાજ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ. પૂ. પરમાપકારી આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને દોરવણ અનુસાર તીર્થની સેવા અને ઉન્નતિનાં કાર્યો કરતી રહી. આ શુભ કાર્યોમાં પૂ. શાસનસમ્રાટની પરમ કૃપાથી યત્કિંચિત્ ફાળો આપવાની તક અને પણ સાંપડી. અને એ જ સંદર્ભમાં પૂ. શાસનસમ્રાટના સમુદાયના સેવક તરીકે, જેમ પૂ. શાસનસમ્રાટ ગુરુદેવ તથા પૂ. ગુરુદેવ શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજ સાહેબની, તેમ પ. પૂ. ગુરુદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબની પણ નિકટમાં આવવાનું શરૂથી જ બનતું હતું. પૂજ્ય ગુરુભગવંતોનું નિકટતમ સાંનિધ્ય પ્રાપ્ત કરવાને આ ગાળે લગભગ પચાસ વર્ષ જેટલો છે, જે અમારા માટે એક ધન્યતા અને કૃતાર્થતાના અનુભવ સમાન છે. પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબની દીર્ઘદષ્ટિ અને હૃદયની ઉદારતાને કારણે સંઘ કે ગચ્છમાં કઈ પણ વિવાદાસ્પદ બાબત ઊભી થતી, તે તેના નિષ્પક્ષ નિરાકરણ માટે સામાન્ય જનતાથી માંડીને મોટા મોટા આગેવાને તથા આચાર્ય ભગવંત વગેરેની નજર તેઓની તરફ જ જતી, આ વાત હજારે વાર અમે એ અનુભવી છે. નંદનસૂરિ મહારાજ આ બાબતમાં શું કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy