SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય [૪ર૧] ભાવવંદના રચયિતા–પ. પૂમુ. શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ (હરિગીત) નિર્દશ, નિર્મળ નીર શા, નિર્ભય અને નિર્દોષ જે, વાત્સલ્યના ઘેઘૂર વડલા સમ, સુગુણના કષ જે; શાસનતણું શિરતાજ, ભાજન સજજનની પ્રીતિનાં, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરુ વંદના...૧ ઉત્તુંગ ગિરિની ગોદમાં જ્યમ નીરનું ઝરણું વહે, નિષ્પક્ષ ને નિદ્ધભાવે ખેલતું હસતું રહે; એમ જેમનાં હૈયે વિલસતી સંઘહિતની ભાવના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના..૨ હે ગચ્છ કે પરગચ્છને, યા એક કે બે તિથિતણે, વળી જૈન હો કે ઇતર હો, અનુકૂળ કે પ્રતિકૂળ હે; પણ, મામક આ પારકે – એ ધરાવે ભેદ ના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના...૩ ચાહે ભલું જગ-જીવનું, કરુણા ધરે દુઃખી પ્રતિ, નજરે ચઢે જે અન્યના અવગુણ, ઉવેખે એ પ્રતિ; જેમાં જુએ એ સદ્દગુણ તેની કરે અનુમોદના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરુ વંદના...૪ કેવી અલૌકિક દીર્ધદષ્ટિ ! સૃષ્ટિ શી સુવિવેકની ! શીળી અચલ એજસ્વી પ્રતિભા સંઘમાં એ એકની તેથી બન્યા બહુમાન્ય ને મૂર્ધન્ય શિષ્ટ જન તણા, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના...૫ જે પ્રકૃતિથી ઋજુ સૌમ્ય ને વળી શાન્તરસ-હેમે રસ્યા, ના બાહ્ય આડંબર ચે, નિઃસ્પૃહપણે જે ઉલસ્યા પરમત સહિષ્ણુ ને પુરસ્કર્તા સમન્વયવાદના, તે પૂજ્ય નન્દનસૂરિવરને ભાવથી કરું વંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy