________________
[૩૮૬]
આ વિ.નંદનસૂરિ-સ્મારગ્રંથ આ લખતી વખતે, પ. પૂ. આ. સાથે થયેલી મુલાકાત અને તેમણે ખૂબ જ પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા અને દેવાલય-નિર્માણ સંબંધીના જૈન સિદ્ધાંતગ્રંથમાં આલેખાયેલા મુહૂર્ત માટેના નિયમો સમજાવ્યા હતા, તે આજે પણ દષ્ટિ સમક્ષ તાજાં છે. પ. પૂ. ગુરુદેવ આ. શ્રી વિજયપ્રતાપસૂરિનું ચાતુર્માસ મુંબઈમાં થતાં તેમના દ્વારા આચાર્યશ્રીને પરોક્ષ પરિચય થયો હતો. અને ત્યારથી તેમની પાસે પત્ર દ્વારા મુહૂત સંબંધી શાસ્ત્રીય નિયમો અને પ્રમાણેનું શિક્ષણ મેળવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું હતું– હું પાંચ વર્ષ અમેરિકા રહ્યો ત્યારે પણ. હવે હું નિવૃત્ત થયે હાઈ ભારત પાછા ફર્યા બાદ સતત પ. પૂ. આ. શ્રી નંદનસૂરીશ્વરજીની સેવામાં રહી મુહૂર્તશાસ્ત્ર સંબંધી તેમના માર્ગદર્શન વડે વધારે સંશોધન કરવાની મારી ઇચ્છા હતી. પરંતુ મનની મનમાં રહી ! તેજ પ્રસારતો દીપક બુઝાઈ ગયે અને મારી સાધના અધૂરી રહી ! ઘણું ઘણું તેમના વિષયમાં લખવાનું મગજમાં ભર્યું છે, પરંતુ હાર્ટની તકલીફ અને અન્ય રોગથી ઘેરાયેલું શરીર તેમ થવા દેતું ન હોઈ આ ટૂંકા લખાણથી જ સંતોષ માનવાને રહે છે.
પ. પૂ. આચાર્યદેવની કુંડલીમાં બુધ ચતુર્થ સ્થાનમાં વૃશ્ચિક રાશિના ૨૮ અંશે લખાયેલ છે તે ગણિત મુજબ બરાબર છે. મૂળ કુંડલીને ધનુ રાશિમાં લખાયેલ બુધ ગણિત મુજબ બરાબર નથી.
નંદન લેખક–શ્રી “જિનેન્દ્રશિશુ” (“કીર્તિરાજ”). સારાયે જનસમૂહનાં વંદન સ્વીકારનાર એ નન્દન ! સ્વભેગે, ચંદનથીયે અધિક શીતલતા અપનાર ઓ નન્દન ! કેવળ કલ્યાણની જ કામનામાં મનને રંજન રાખનાર; એ નન્દન ! તને આ શું સૂઝયું?
શું વીતરાગ દેવની સ્થાપના કાજે સંચરતાં સંચરતાં જ તે તારું ચિરસ્થાન નક્કી કરી લીધું હતું ?
શું વિહારની વાટે વિચરતાં વિચરતાં જ તે અનંતની વાટે વિહરવાનું વિચારી લીધું હતું?
શું જંગલમાં મંગલ કરવાની કામનાએ જ તગડી મુકામે આવવાની ઈચ્છા કરી હતી ?
અરે, આકંદન કરતાં અનેક અંતરે આપે ન નિહાળ્યાં, છાના સંવેદનભર્યો દિલોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org