________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યેા
[૩૩]
પેાતાની આગવી સૂઝ, પ્રતિભા, મેધા તેમ જ શક્તિના સફળ સદુપયાગ કર્યાં. આચાર્યપદ્મની જવાબદારીના પાલન વચ્ચે, દૈનિક જીવનની આરાધનાનું અપ્રમત્તપણે પાલન કરવામાં તેઓશ્રીએ જે વી ક્ારખ્યું, તેની જેટલી અનુમાદના કરીએ તેટલી આછો,
પ્રભુના શાસનમાં પૂજ્ય આચાર્ય ભગવંતાદિના શિરે શ્રીસંઘનાં વિવિધ ક્ષેત્રોની જવાબદારીના ભાર રહેતા હોવા છતાં તેના વડે ઘેરાઈ જઈને આત્મસાધનાને ગૌણ ન જ કરી શકાય, એ સત્ય પૂજ્યશ્રીએ ખરેખર દીપાળ્યું. પડતા આ કાળમાં, ચઢતા પરિણામે પ્રભુશાસનને સમર્પિત થઈ ને નિજ જીવનની પ્રત્યેક પળના સ્વ-પર હિતાય જે સદુપયોગ દિવંગત આચાર્ય દેવ કરી ગયા તે આપણને કહી રહ્યો છે કે, “ ઉંઘ, આહાર અને વિષય-કષાય પાછળ સમય ન વેડફેા.”
આવા અપ્રમત્ત આચાર્યદેવ શ્રી વિજયનદનસૂરીશ્વરજી મહારાજ, ગઈ સાલે અમદાવાદથી વિહાર કરી શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ ઉપર ૫૦૪ ભવ્ય જિનબિ બેની પ્રતિષ્ઠા કરવા માટે પધારી રહ્યા હતા. જયણાપૂર્વક વિહાર કમાવતા ધંધુકા નજીક આવેલા તગડી મુકામે પધાર્યા ત્યાં કાળના ઘટ વાગ્યા. અને આરાધનામય જીવનના આસ્માનમાં ઝળહળતા એ આચાર્ય ભગવંતે સ્વ-સ્થતાપૂર્વક કાળને એનેા ધર્મ બજાવવા દ્વીધા; વિ.સ. ૨૦૩૨ના માગસર વદ ૧૪ ને સામવારે તેઓશ્રી સ્વર્ગવાસી થયા. અનન્ય ઉપકારી આચાર્યદેવની વસમી આ વિદ્યાયના કારી ઘા આપણા કાળજે કપ પેદા કરે તેની ના નહિ, પરંતુ તેના સચાટ ઇલાજ તા તેઓશ્રીએ દીપાવેલા ત્યાગ-વૈરાગ્યસમૃદ્ધ જીવનની ત્રિવિધ આરાધનામાં રહેલેા છે.
સમયને સાધે તે સાધુ' એ ઉક્તિને સાર્થક કરી જનારા પ. પૂ. આચાર્ય દેવના અસીમ ઉપકારોને સાચી અંજલિ ત્યારે અપી કહેવાય, જયારે આપણે સહુ શ્રી જિનેશ્વરદેવની તારક આજ્ઞાના અજવાળે જીવન જીવવાના પ્રારંભ કરીએ, સસારરસિકતાને ફગાવી દઈ ને શાસનરસિકતાને અગીકારી કરીએ, વિષય-કષાયના ભયંકર વાવાઝોડાને પરાસ્ત કરનારી પ્રચંડ પાપપ્રતિકારશક્તિ ખીલવીએ.
પ્રણમુ` છું, પૂરા ભાવે દિવંગત આચાય દૈવને.
ઉપકારીનું સ્મરણ
લેખિકા—પ. પૂ. સા. શ્રી રત્નમાલાશ્રીજી મહારાજ (‘રવિન્દુશશુ ’)
પૂજ્યપાદ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનરૂપી માનસરોવરમાં હંસ સમાન હતા. તેઓ જ્ઞાનગુણુના ધામ, કામદેવના અભિમાનને તોડનારા, ધર્મની ધુરાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org