________________
[ ૩૬૦ ]
પૂજ્ય ગુરુદેવ
લેખિકા—પ. પૂ. સા. શ્રી રવીન્દ્રશ્રીજી મહારાજ
જગત આખુ` જ અનાદિકાળથી ચાલતા અને અતકાળ સુધી ચાલુ રહેનાર નાટકની રગભૂમિ જેવુ' છે. તેના પર અનેક પાત્રા આવે છે અને પોતપોતાના પાઠ ભજવી ચાલ્યા જાય છે. આ નાટક એવુ છે કે જેનેા પડદા કદાપિ પડવાનેા નથી, અને જે કદાપિ પૂરું થવાનુ” નથી. એવા આ નાટકને વિષે આ જગતરૂપી ર'ગમચ ઉપર અનેક આવી ગયા. પણ એમાં કેટલાંક વિરલ પાત્ર એવાં આવે છે કે જેઓ પોતે ભજવેલ પાઠ બીજાઓને માટે પ્રેરણારૂપ અને યાદગાર બનાવી જાય છે.
આ. વિ.નંદ્યનસૂરિ-સ્મારકગ્ર’થ
એવા મહાત્માઓ અને સતાનાં પાત્રો પૈકી પરમ પૂજ્ય ગુરુદેવ આચાય શ્રીમદ્ વિજયન”દનસૂરીશ્વરજી મહારાજ પણ એક હતા. તેઓએ પેાતાનુ સમગ્ર જીવન પાપકારમાં જ વ્યતીત કર્યું હતું. જેવી રીતે પુષ્પ ખીલે છે પણ તે જાણે બીજાના મનને જ પ્રફુલ્રિત કરવા માટે ખીલ્યુ* ન હોય તેમ પોતાની સુવાસ ચાતરફ ફેલાવી મુરઝાઈ જાય છે, તેમ મહાન ધર્માત્માનું જીવન પણ તેવુ જ હાય છે. તેઓ જન્મે છે ત્યારથી જીવનના અંત પર્યંત પાતાથી અને તેટલાં સત્કાર્યા કરીને સુકૃતરૂપી પુષ્પોની સુવાસ ચેાતરફ ફેલાવતાં જાય છે. સાચું જ કહ્યું છે કે—
“ જલી જાતી છે ને, જીવન-ધૂપસળી મ્હેંકતી મ્હેંકતી આ.”
પૂજ્યશ્રીનું જ્ઞાન અજોડ હતું. કોઈ ને કઈ પણ શ`કા થઇ હાય, કેાઈ એ પ્રશ્ન પૂછવા હાય, તેા તેઓ શાન્ત ચિત્તે પેાતાના જ્ઞાનથી શકાનું સમાધાન કરતા. તેઓશ્રી શાસનનાં મહાન કાર્યામાં રોકાયેલા હોવા છતાં કોઈ પણ સાધુ, સાધ્વી કે જ્ઞાનના પિપાસુ આવે તે તેમને આગળ વધારવામાં સતત મહેનત કરતા અને પ્રેરણા આપતા. સ્વર્ગસ્થ પૂ. ગુરુદેવના અનેક જીવનપ્રસંગા સ્મૃતિપથ ઉપર પવનની લહેરખીની જેમ એક પછી એક પસાર થઈ જાય છે. તેઓશ્રીના કયા જીવનપ્રસગને યાદ કરીએ અને કયાને ન સ'ભારીએ તે સમજાતું નથી.
તેઓની સ્મરણશક્તિ પણ તેવી જ તીવ્ર હતી. ગમે તેટલાં વર્ષો પહેલાંની વાત હાય, અથવા તે તેઓશ્રીની હાજરીમાં એવા કોઈ પ્રસ`ગ બન્યા હાય, તે તેની યાદ તેઓશ્રીના હૃદયપટ પરથી ભૂંસાતી જ ન હતી; કાઈ પણ સમયે યાદ કરીને કહેતા હતા. એક પ્રસ'ગ મને યાદ આવે છે. પૂ. શાસનસમ્રાટ અમદાવાદ પાંજરાપોળે બિરાજમાન હતા. તે સમયે અમારા દાદીગુરુ સાથે, પ્રાયે સ. ૨૦૦૧માં, અમે વઢનાર્થે ગયાં હતાં. ત્યાર પછી લગભગ ૧૫ વર્ષ સુધી તેઓશ્રીનાં દર્શન-વંદનના લાભ મળ્યા ન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org