________________
[૧૨]
આ. વિનંદનસૂરિ-સ્મારકગ્રંથ સં. ૧૯ત્ના એ વર્ષો સુરિસમ્રાટ કપડવંજ હતા. પણ એ વાતની ખબર શી રીતે પડે ? ગામમાં કોઈકને ત્યાં ટપાલ આવે ત્યારે જ ખબર પડે. એટલે નત્તમ ટપાલની રાહમાં રહ્યા.
એ આતુરતાય ફળી. ક્યાંક ટપાલ આવી, ને ખબર પડી કે સુરિસમ્રાટ કપડવંજ છે. ખબર પડી કે નકકી કર્યું. એ જ રાતે સાહસ કર્યું. રાતની ટ્રેનમાં ભાગી છૂટ્યા. કઈ ગાડીમાં ક્યાં જવાય એની બહુ ખબર નહિ, એટલે જે ગાડી જતી જોઈ એમાં તેઓ ચડી બેઠા. સવારે છ વાગે વીરમગામ આવ્યું. ત્યાં બીજી ગાડીમાં ચડીને નડિયાદ ગયા. હવે ત્યાંથી કપડવંજ શી રીતે જવું ?—એ વિમાસણ થઈ.
એ દિવસોમાં નડિયાદથી કપડવંજ સુધીની રેલ્વેલાઈન નવી જ નંખાયેલી. એની ચકાસણી માટે ભારખાનાના ડબ્બાઓ ખૂબ ધીમે ધીમે એ પાટે કપડવંજ સુધી જાય. નરે તમે એ ડબ્બા જતા જોયા. કોઈકને પૂછીને કયાં જાય છે, એની ભાળ મેળવી, અને કહ્યું: “મારે કપડવણજ જવું છે. મને આમાં બેસાડશે?” આમ કહીને ખીસામાં થોડાક પૈસા હશે તે ધર્યા. પેલાએ પૈસા લીધા, ને એમને ભારખાનાના ડબ્બામાં બેસાડી દીધા.
કપડવણજ સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી પૂછતાં પૂછતાં ઉપાશ્રયે પહોંચ્યા. ઉપાશ્રયમાં સિતાં જ સૌ પહેલાં વાડીલાલ બાપુલાલ મળ્યા. નરોત્તમને જોઈને એ ચિંકી ઊઠયા : “તમે ક્યાંથી?” કહે: “હું બોટાદથી આવ્યો છું.” વાડીભાઈ જઈને સૂરિસમ્રાટને ખબર આપે, ત્યાં તે તેઓ પણ પહોંચી ગયા.
જોતાંવેત સૂરિસમ્રાટે પૂછ્યું: “એલા, તું ક્યાંથી આવ્યો? કઈ રીતે આવ્યા? કેમ આવ્યો?”
નરોત્તમ કહેઃ “સાહેબ ! બોટાદથી આ રીતે ભાગીને આવ્યો છું. મારે દીક્ષા લેવી છે.”
તરત જ સૂરિસમ્રાટે વાડીભાઈને કહ્યું : “તું અને અત્યારે જ બોટાદ પાછો મૂકી આવ.”
વાડીભાઈ તરત જ નરોત્તમને લઈને રવાના થયા. નરોત્તમે પણ સહેજેય આનાકાની કે હઠ ન કરી. મહારાજ જેમ કહે એમ કરવું, આવી મનમાં શ્રદ્ધા.
બેટાદ પહોંચ્યા. વાડીભાઈએ હેમચંદભાઈને વાત કહીને સોંપી દીધા. પણ, નરોત્તમને કેઈ કાંઈ લડ્યું-વઠયું નહિ. આનું તો નરોત્તમને પિતાને અચરજ થયું. ઊલટું, મહારાજજીએ એમને તત્કાળ પરત મોકલ્યા, એની ઘરના બધા ઉપર સારી અસર થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org