________________
પ્રશસ્તિ લેખા તથા કાન્ચેસ
[339]
શ'ખેશ્વરજીના સંઘ કાઢવા હતા. તે ભાઈ ને મુહૂત કઢાવવા માટે અમદાવાદ પૂ. આ. શ્રી નંદનસૂરીશ્વરજી મ. પાસે જવુ' હતું. પૂ. આચાર્ય ભગવંતના તે ભાગ્યશાળીને કાઈ પરિચય ન હતા. તે કારણથી અમેાએ તે ભાગ્યશાળીને પૂ. આચાર્ય મહારાજ ઉપર ચિઠ્ઠી લખીને આપી. આ ભાગ્યશાળી ચિઠ્ઠી લઈ ને અમદાવાદ આચાર્ય મહારાજ પાસે ગયા. ચિઠ્ઠી વાંચીને તેઓ ખેલ્યા કે, “ ભાગ્યશાળી! તમારે કોઈની ચિઠ્ઠી લાવવાની આવશ્યકતા નથી. હું કોઈ વ્યક્તિના નથી, પરંતુ સમાજને છું. સમાજને માટે તે મારા પ્રાણ છે. શ્રમણ તા નિઃસ્પૃહ હોય છે. તેઓ કાઈની સ્પૃહા રાખતા નથી. નિઃસ્પૃહાથી શાસનનાં કાર્યો કરે છે. તમા ચિઠ્ઠી ન લાવ્યા હોત તાપણુ કાર્ય પૂર્ણ થાત.”
આ રીતે તેઓએ નિર્માહભાવે, કેવળ ધકતવ્યની બુદ્ધિથી, કર્મોની નિર્જરા કરવાની વૃત્તિથી, શ્રીસંઘ અને સમાજની સેવા કરી. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની ૨૫મી નિર્વાણુ શતાબ્દીના સમયે રાજનગરના આંગણે સેકડો આક્ષેપ સહન કરી તેઓશ્રી સ્વસ્થ અને અડગ ઊભા રહ્યા હતા. તેમ જ ગિરિરાજ ઉપર જિનેશ્વર ભગવતનાં ૫૦૪ ખાની પ્રતિષ્ઠા સમયે જાગેલ વિશધ સામે પણ ખૂબ દૃઢ રહ્યા હતા. આ બે દાખલા ઉપરથી તેઓશ્રીમાં દૃઢતા અને સહનશીલતાને ગુણ કેટલા વ્યાપક હતા, તે જણાય છે.
પ. પૂ. આચાર્ય ભગવ’ત શ્રી નંદનસૂરીશ્વરજી મ. રાજનગરથી વિહાર કરીને પેાતાના સૌરાષ્ટ્ર દેશમાં દાદાની પવિત્ર છાયામાં વિહાર કરી રહ્યા હતા ત્યાં તગડી મુકામે સમાધિપૂર્વક, સધ્યા સમયે, પેાતાના પ્રાણને છેડી, સૌની વચ્ચેથી દેહની મમતા છેાડી, તેમણે સ’યમની સાધના સાધી લીધી. કાળે વિકરાલ બનીને સ'ત પુરુષના જીવનને ભરખી લીધુ...!
અમારે જ્યારે પણ દીક્ષા, પ્રતિષ્ઠા વગેરે પ્રસંગ માટે મુહૂત કઢાવવુ હેાય ત્યારે અમે પૂજ્ય શાંતમૂર્તિ શ્રો વિજયસમુદ્રસૂરીશ્વરજી મ. ને પૂછાવતાં, ત્યારે તેઓ ફરમાવતાં કે “તમારે કોઈ પણ મુહૂત કઢાવવું હોય તેા પ. પૂ. શ્રી વિજયન‘નસૂરીશ્વરજી મ. પાસે કઢાવવું. તેઓશ્રી ખૂબ ઉદાર દિલના છે, વાત્સલ્યમૂર્તિ છે. હું પણ પૂ. નંદનસૂરીશ્વરજી મ.ને લખી દઈશ.” આ પ્રમાણે આચાર્ય ભગવંત કહેતા હતા. અમારા ગુરુવર્યાં તે પંજાબ-મારવાડમાં હાય, એટલે અમારે કોઈ પણ મુહૂત કઢાવવુ હોય તે અમે તેએશ્રીને જ પુછાવી લેતાં હતાં. આજે અમારે પણ મોટામાં મોટી ખોટ પડી ગઈ.
આજે આપણા સમાજમાં એ મહાન જ્ગ્યાતિર આચાર્યશ્રીની માટામાં માટી ખાટ પડી ગઈ છે. આપણે એક અણુમાલું રત્ન ગુમાવ્યુ છે. મહાન પુરુષાના જીવનના એકેએક પ્રસ`ગ પ્રેરણારૂપ હામ છે. મહાન પુરુષોના ગુણાનુવાદ કરવાના પ્રસંગ પણ જીવનમાં મહાન પુણ્યાયે જ મળે છે. આજે હું પણુ મહાન જ્યંતિર ગુરુજીના યત્કિંચિત્ ગુણગાન કરીને મારા આત્માને ધન્ય માનું છું.
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org