________________
[૨૭]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ આકાશેથી જ સિતાર, ધરતી ઉપર ખરે બિચારે; આજ ફર્યો ચક્કરનો આરે, આવ્યો છે ધરતીને વારે; પૃથ્વી પરથી એક સિતારે આજ ચ આકાશ. અમર હો નંદનસૂરી મહારાજ.
ચંદન જેવું જીવન તમારું દીર્ધદ્રષ્ટા, સર્વશ્રેષ્ઠ, સર્વષ્ઠ, દરિયાવદિલ, પરમપ્રભાવક આચાર્ય
લેખક–પં. શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી, અમદાવાદ,
સ્વ. પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ.ને પરિચય મને મારી ૧૬ વર્ષની ઉંમર હતી ત્યારથી છે. પરંતુ છેલ્લાં ૨૦ વર્ષથી તે હું તેમના ઘનિષ્ટ પરિચયમાં રહ્યો છું.
ગુરુમહારાજને અપૂવ પ્રેમ–મેં તેમને “નંદન” કહી ઉચ્ચારાતા શાસનસમ્રાટના મુખે સાંભળ્યા છે, અને સેંકડો કામ પડતાં મૂ કી “જી” કહી તેમના ચરણકમળને દબાવતા તેઓશ્રીને જોયા છે. શાસનના વિકટ પ્રશ્નોની ચર્ચા-વિચારણામાં “નંદનને બેલા, તેનું શું માનવું છે તે જાણતે અપ્રતિમ ભાવ ગુરુમહારાજને તેમની પ્રત્યેને નિહાળે છે અને “સાગરજી સાથે મારે નંદન શાસ્ત્રાર્થમાં રહેશે” તેવું વચન જામનગરમાં સાંભળી ગુરુમહારાજના તેમના પ્રત્યેની અપાર વાત્સલ્યનાં દર્શન કર્યા છે.
શાસનરાગ–વિ. સં. ૧૯૮૩માં પાટણ દેશવટમાં, શ્રી સિદ્ધાચલની યાત્રા બંધ હતી તે વખતે, હજારોની મેદનીમાં, તેમની ૨૭ વર્ષની થનગનતી યુવાનીમાં, શત્રુજ્ય માટે પ્રાણર્પણ કરવા સુધીની ઝુંબેશના પુરસ્કર્તા તરીકે તેમને સાંભળ્યા છે; અને શત્રુજયની યાત્રા બંધ રહે ત્યાં સુધી શ્રોતાઓમાંથી સેંકડો નરનારીઓને શત્રુંજયના સ્મરણ માટે કઈ વસ્તુના ત્યાગના પચ્ચક્ખાણ આપતા જોયા છે.
નિખાલસ વૃત્તિ અને મિલનસાર સ્વભાવ—વિ. સં. ૧૯૦ માં, ઘણાં વર્ષે, મુનિસંમેલન મળ્યું. ૩૩ દિવસ સુધી ચર્ચાઓ ચાલી. તેના ફળસ્વરૂપે સર્વસંમત “મુનિસંમેલન પટ્ટક તયાર થયો. આ મુનિસંમેલન પટ્ટક તૈયાર કરવા માટે યુવાન મુનિમહાત્માઓ, પૂ. આ. નંદનસૂરીજી, પં. રામવિજયજી ગણિ, મુનિ શ્રી પુણ્યવિજયજી અને મુનિ શ્રી ચંદ્રસાગરજી પસંદ કરાયા. તેમાં અનેક મતભેદોને દૂર કરી સર્વસંમત મુનિસંમેલન પટ્ટક તૈયાર કરવામાં તેમની નિખાલસ વૃત્તિ, મિલનસાર સ્વભાવ, દીર્ઘ દૃષ્ટિ અને શાસ્ત્રાધ્યયન મુખ્ય હતાં તે જોયું છે.
અતિ ગાંભીય અને ઊર્ધ્વગામી દૃષ્ટિ–જુવાનીનો થનગનાટવાળા કાળમાં પણ અનુભવી વૃદ્ધ પુરુષને છાજે તે રીતે પરમાનંદ પ્રકરણ, વડોદરાનું દીક્ષા પ્રકરણ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org