SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૦] આ. વિનદનસૂરિ સ્મારક્યથ આચાર્ય નંદનસૂરિને હું મહત્ત્વનું સ્થાન આપું છું. નિર્ભય રીતે જૈન તત્વની ઉદાર વ્યાખ્યા એક જૈન આચાર્યના મુખે મેં સાંભળી ત્યારે અહંભાવથી મારું મન ભરાઈ ગયું હતું અને તેમના પ્રત્યેની ભક્તિમાં વધારે થયો હતો. ભગવાન મહાવીરના ર૫૦૦માં નિર્વાણની ઉજવણીનો પ્રબળ વિધ કેટલાક જૈન આચાર્ય અને મુનિઓએ કર્યો ત્યારે તે ઉજવણીના સમર્થનમાં જે વલણ આચાર્ય નદનસૂરિએ પ્રારંભથી લીધું, તે જીવનના અંત સુધી બરાબર જાળવી રાખ્યું અને ઉજવણી સફળ કેમ થાય તેમાં જે પ્રકારે તેઓ પ્રયત્નશીલ થયા તે તેમના અંતિમ જીવનને ભાવે તેવું જ હતું. એક વાર વિચારપૂર્વક નિર્ણય કર્યા પછી તેમાં અડોલ રહેવું એ સૌને માટે સહેલું નથી હોતું, પણ તેઓ તેમાં સફળ થયા તેના સૌ સાક્ષી છે, અને તે માટે જૈન સમાજની ભાવી પેઢી પણ તેમની ઋણી રહેવાની છે, કે ખરે વખતે સમાજને સાચે માર્ગે દોરવાનું કામ તે આચાર્યે કેવી કુશળતા અને નિર્ભયતાથી કર્યું હતું. બિમાર હોવા છતાં પણ તેઓ અમારી સંસ્થામાં (લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં) ભ. મહાવીર નિર્વાણ પ્રસંગે યોજેલ પ્રદર્શન જેવા પધાર્યા અને ફરી ફરીને એ પ્રદર્શન જોયું અને ખૂબ રાજી થયા. સૂરિમંત્ર આદિ જે કેટલીક બાબતે વિષે હું જાણુ જ ન હતો, તે જાણવાનો અવસર તેમણે એ સમયે આપ્યો. પ્રદર્શન સમયે પણ જે કેટલીક બાબતો વિષે તેમણે વિવેચન કર્યું, તે તેમની બહુશ્રુતતાને પુરા હતો. બહુશ્રુત હોય પણ સમૃતિ તાજી રહે-અને તે પણ વૃદ્ધાવસ્થામાં-એ વિરલ વાત છે. આચાર્ય નંદસૂરિમાં જે અદ્દભુત સ્મૃતિનાં દર્શન મેં કર્યા છે તે વિરલ હતાં. અનેક શ્લેકે તેઓ સહજભાવે બેલી શકતા અને તે પણ પ્રસંગનુસાર–માત્ર પિતાને શ્લેક યાદ છે, આવડે છે એ બતાવવા નહીં, પણ શાસ્ત્ર અને ગ્રન્થોમાંથી સ્મૃતિનો આધાર લઈ અવતરણ આપવાનું ઘણું અઘરું કામ પણ તેમને માટે સુસાધ્ય હતું. એમના તિષના જ્ઞાન વિષે તે એટલું જ જાણું છું કે સૌ કોઈ દીક્ષા, પ્રતિષ્ઠા જેવા પ્રસંગે તેમના આપેલા મુહૂર્તને વળગી રહેતા અને તેમના પાસેથી જ એવાં મુહૂર્ત લેવાનો આગ્રહ રાખતાઃ એમના મુહૂર્તના જ્ઞાન વિષે લોકોને એવો વિશ્વાસ હતે. તેઓ સમજતા હતા કે ગચ્છ, સંપ્રદાય કે તિથિના ઝઘડા એ તત્વના નથી પણ અહના છે; સકિયા એ જ ફળવતી છે, પછી તે ગમે ત્યારે કરવામાં આવે, ગમે ત્યાં કરવામાં આવે. તેથી તેઓ પિતાને જીવનમાં સમભાવ કેળવી શક્યા હતા અને સૌને ઉદારતાથી આવકારી શકતા હતા. તત્ત્વને પામવું હોય અને મોક્ષમાર્ગના યાત્રી બનવું હોય તે ગ૭, તિથિ, ક્ષેત્ર આદિની જે મર્યાદા છે તે સમજી લેવી જોઈએ. અને ધર્મક્ષેત્રે કાંઈ પણ અંતિમ સત્ય હોય તે તે એ જ છે કે જે સન્ક્રિયાથી રાગ-દ્વેષ ઓછા થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy