________________
પ્રશસ્તિ :લે તથા કાવ્ય
[૬૭]
સાદર શ્રદ્ધાંજલિ
રચયિતા–શ્રી ગજાનનભાઈ ઠાકુર, અમદાવાદ,
મહાવીર ગયા મહાવીર ગયા કઈ રત્ન શાસનનાં ગયા,
જ્ઞાની કહે રે કાળને ના'વે કદી જરીયે દયા; એ કાળને ઉજવળ કરંતા આત્મસાધક જે થયા,
એ અજરામર નિષ્કલંક કેરા વિજયધ્વનિ ગાજી રહ્યા
એ તત્ત્વવેત્તા બાલસાધુ પંચ મહાવ્રતી મુનિવરા,
તપરછ અધિપતિ મુકુટમણિ સમ વિજયનેમિસૂરીશ્વરા; તસ અંગ દ્વય ગુણગળ સમ, એક વિજયઉદયસૂરીશ્વરા,
એક પ્રશિષ્ય દિનકર જ્ઞાની-ધ્યાની નમું નંદનસૂરીશ્વરા... જગજીવ જીવતાં જીવન વિષમય દેખીને કરુણ ધરા,
સહુ જીવ પામે જિનશાસન ભાવ ધરે ગુરુ ગુણવત્તા જસ જીવન તપસી સંયમી સુજ્ઞાની વચને અમીઝરા,
એ ભેમિયા ભવસાગર તરી તારતા શક્તિ ધરા શક્તિ અપૂર્વ જ્ઞાનઉદધિ શાસને ગુરુ રાજતા,
શ્રી વિજયનેમિ, ઉદયસૂરી, નંદનતણા જય ગાજતા; શાસન તણું આબાલ વૃદ્ધો જીવનચરણે ગાળતા, મહાસંત કેરી ચરણરજથી કમ મળને બાળતા....
–મૂકી ભલે અમને ગયા ! જિન નંદ નંદન કરું વંદન ભલે રે મૂકીને ગયા,
દુખ થાતું અમને એટલું તમને ન આવી અમ દયા; અપરાધ એ શું થયે અમ મન વચન ને કાયને,
કે વિરહ પડીઓ આજ અમને આપને જે સદાયને... હસતા હતા રમતા હતા શીળી છાંય હતી શિર આપની,
આજે અચાનક ઘડી આવી અમ શિરે સંતાપની; વિહાર હતો શ્રી સિદ્ધિગિરિવર શિખરે જિનબિંબ સ્થાપવા,
ત્યાં તે અચાનક ચાલી નીકળ્યા સિદ્ધશિલા પંથ કાપવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org