________________
[ ૨૬૦ ]
આ. વિ.નદનસૂરિ-સ્મારકમ‘થ
મને મુનિ શ્રી શીલચંદ્રજીના શાસ્ત્રાભ્યાસમાં વિશેષ રસ છે. એથી સયમની આરાધનાને પોષક એવા શાસ્ત્રાભ્યાસ તરફ તેમનુ વિશેષ ધ્યાન ખેંચતા રહું છું. મુનિ શીલચંદ્રજીએ મને કહેલું કે, ‘સ્વ. આચાર્યશ્રી તમને વિશેષ સ‘ભારતા રહ્યા ’–આ સાંભળીને સ્વ. આચાર્યશ્રીની ઉદારતા અને વિશાળતા અંગે મને વિશેષ સદ્ભાવ પેઢા થયા અને એ સદ્ભાવ મારા મનમાં કાયમી થઈ ગયા.
એવા વિશેષ વિચારક, વિવેકી અને ગુણપક્ષપાતી આચાર્યશ્રીને અકસ્માત વિયાગ થતાં મને તે ઘણું જ વસમું લાગ્યું, જેની અસર મારા મનમાંથી હજી ખસી નથી. પણ નિયતિને નામે મનને મનાવતા રહું છું.
છેલ્લે એક પ્રાર્થના શાસનદેવ પ્રત્યે છે કે, મુનિ શીલચંદ્રજી વિશેષ સ'ચમસાધના સાથે શાસ્ત્રાને ઊડા માર્મિક અભ્યાસ કરે અને વધારે, જેથી સમાજમાં સમન્વયનું વાતાવરણ પેદા થાય અને દિવંગત આચાર્યશ્રી અમારા ઉપર તેમના શુભ આશીર્વાદ સદા વરસાવતા રહે.
પૂજ્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ
લેખક—શ્રેષ્ઠીવય કસ્તુરભાઈ લાલભાઈ
આપણા સમયમાં જૈન શાસનના પ્રભાવક જે આચાર્ય મહારાજે તથા શ્રમણ ભગવંતા થઈ ગયા, એમાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. જૈન સંઘ તથા એમના પરિચયમાં આવનાર અન્ય સમાજોની વ્યક્તિએ એમના તરફ ખૂબ આદર અને ભક્તિ ધરાવતાં હતાં, અને એનું કારણ, તેઓએ પોતાના ધર્મનાં શાસ્ત્રોના તથા અન્ય ધર્મ શાસ્ત્રાના પણુ તત્ત્વજિજ્ઞાસુ ષ્ટિથી પૂરી એકાગ્રતાથી ઊંડો અભ્યાસ કર્યાં હતા અને કોઈ પણ જાતના પ્રમાદ સેવ્યા વગર ચારિત્રધર્મનુ પાલન કર્યું હતું અને એમ કરીને પોતાની સંયમયાત્રાને સમભાવ, ધર્મસ્નેહ અને કરુણાપરાયણતાથી શેાભાયમાન બનાવી હતી, એ હતું.
પણ એમણે મેળવેલી આવી સફળતાના ખરા યશ એમના દાદાગુરુ અને જૈન સઘના આ યુગના મેાટા પ્રભાવક આચાર્ય દેવ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને ઘટે છે. જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં પેાતાના સમુદાયના નાના કે મેટા બધા સાધુ મહારાજો ખરાખર જાગ્રત રહે, એનું તેઓ હમેશાં ધ્યાન રાખતા. જેમ કાઈ પણ સાધુ પેાતાના અભ્યાસમાં બેદરકાર રહે એ વાત તે ચલાવી લેતા ન હતા, તેમ કોઈ પણ સાધુ પેાતાના સાધુધર્મની ઉપેક્ષા કરીને લેશ પણ શિથિલતાનું પોષણ કરે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org