SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સામયિકે વગેરેની શ્રદ્ધાંજલિ [૧૩] જન શાસન કે જ્યાં અનેક સિતારાઓ ચમકે છે, પૂ. આચાર્યદેવ જૈન સંઘના એક તેજસ્વી અને ચમકતા તારા હતા, સિતારા હતા. સં. ૨૦૩૨ ના માગસર વદ ૧૪ના રોજ એક અનોખી તેજલેખા મૂકી એ ખરી ગયા ! - જૈન સંઘને તેમની ચિર વિદાયથી એક મોટી ખોટ પડી છે. પરિચયમાં આવનાર કંઈકનાં જીવનમાં તેઓશ્રીએ પ્રાણ પૂર્યા છે. તેથી જ તેમને જવાથી આપણે એક મહામૂલી મૂડી ગુમાવી હોય તેવું દુઃખ અનુભવીએ છીએ. સિત્યોતેર વરસની એમની જિંદગીમાં એમણે જીવતરના અનેક ખંડો અજમાવ્યા છે. વિવિધ ક્ષેત્રે અનેક કળીઓને એમણે સુગંધિત કુસુમમાં પલટી છે. અનેકની ભાવનાઓના પૂજ્યશ્રી શિપી છે. કંઈકના આદર્શોના એ કલાધાર છે. એમનું જીવન કલામય ગયું છે. એમની જિંદગી એક યોગ બની વીતી છે. સં. ૧૫૫માં સૌરાષ્ટ્રની પુણ્યવંતી ભૂમિ બોટાદમાં જન્મ ધારણ કરી એક એવું જીવન જીવી ગયા કે જેનાં સંભારણાં ચિરકાળ સુધી યાદગાર રહેશે. નાનપણથી જ અને ખા સંસ્કાર પામી જીવનને ધર્મમય માર્ગે આગળ વધાર્યું અને શાસનસમ્રાટ પૂજય આચાર્ય ભગવંત વિજયનેમિસૂરીશ્વરજીના પરિચયમાં આવ્યા પછી તો ત્યાગ માર્ગે જવા તૈયાર થયા. સં. ૧૯૭૦માં દીક્ષા લઈ પૂ. મુનિશ્રી નંદનવિજય બન્યા. અને ૨૮ વરસની ઉંમરે તે આચાર્ય પદવી પામ્યા. શાસનસમ્રાટના ચરણોમાં એમનું જીવન ઝકી ગયું; એમના સદેશને એમણે શબ્દોમાં મૂર્ત કર્યો અને સહુ કોઈના પ્રીતિપાત્ર બન્યા. પૂજ્ય આચાર્ય ભગવંતને કણ નહીં ઓળખતું હોય? તેમનું હસતું પ્રેમાળ મુખડું, પળવારમાં સામાનું દિલ જીતી લે એવી વાક્પટુતા, તેમને વિવેકશીલ સ્વભાવ, તેમની હળવી રમૂજભરી વાતચીતની છટા, સૌકોઈને આંજી શકે તે બુદ્ધિ વૈભવ પણ તેમના પરિચયમાં આવનાર કદી પણ ભૂલી શકે તેમ નથી. જ્યોતિષશાસ્ત્ર અને ખાસ કરીને મુહૂર્ત માટે સારાયે ભારતમાં જાણીતા બન્યા હતા અને ગચ્છાધિપતિ બન્યા પછી પણ સૌકોઈના પ્રીતિપાત્ર બન્યા હતા. એ જીવનકલાધર, કર્મની અને ભાવનાઓના મહાન શિલ્પી પૂ. આચાર્ય ભગવંતને કોડ વંદન હો! તાજેતરમાં શ્રી સિદ્ધગિરિની જાત્રાએ જતાં ચાર વરસ પછી મધુર સંભારણા જાગૃત થયા. કોન્ફરંસના અધિવેશનની શરૂઆતમાં મંગળ પ્રવચને વાતાવરણને ઉષ્માથી ભરી દીધું; અનેક આગેવાન અને કાર્યકરને નવી શક્તિ મળી આવી. આવેલ આધીને દૂર કરીને સફળતાના પંથે લઈ શક્યા. ત્રણ વર્ષ પહેલાં પૂ. સાધ્વીજી શાંતિશ્રીજી મહારાજ અમદાવાદ મુકામે કાળધર્મ પામેલ તે પ્રસંગે ત્યાંથી ખંભાત જતાં એ તીર્થભૂમિ ઉપધાન તપની આરાધનાથી ધન્ય બનેલ. પૂ. આ. શ્રી મેરુપ્રભસૂરિજીનાં પ્રભાવશાળી પ્રવચનની અસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy