SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૪ ] આ. વિ.નંદનસૂરિ-સ્મારકાથ આવી ગયા. કહે : “ હું જ્યારે આવું ત્યારે અહીં જ ઊતરવુ‘ ફાવે છે. માટા મહારાજ અહીં જ ઊતરતા ને હું બેઠી છું ત્યાં જ બેસતા. પછી શ્રી પ્રેમપ્રભસાગરજીને પૂછે : “તમે કાં ઊતર્યા ? ઉપાશ્રયમાં ને ? ઠીક કર્યું..” આ ખેલતાં એમની નજર એક ખેડ પર પડી. એમાં લખેલું કે કામ સિવાય કાઈ એ બેસવુ નહિ. આ વાંચીને હસતાં હસતાં કહે : “ આપણે પણ કામ એસવું; કામ ન હોય ત્યારે ઊભા રહેવાનુ ! ” હોય ત્યારે જ આ વખતે મેં કહ્યું : “ સાહેબ ! આવા વિહારમાં જગલમાં ઝાડ તળે બેસીને વાંચવા-લખધાની કેવી મઝા આવે ! ” આના જવાબમાં કહે : “ માટા મહારાજ ઘણીવાર એવું કરતા કે વિહાર કરી ગામમાં જાય, ત્યાં નવકારશી તા કાઈ ને કરવાની જ ન હોય. એટલે ત્યાં બેસીએ તે વાણિયા આવે ને ટાઈમ વાતામાં જાય. એટલે મોટા મહારાજ બધા સાધુઓને લઈને જગલમાં ઝાડ તળે પધારે. પુસ્તક સાથે લઈ લે. ત્યાં નિરાંતે ભણાવે. બે-ચાર કલાકે ગોચરીવેળા થાય ત્યારે ગામમાં આવતા.” અગિયાર વાગે તાડપત્રી ગામના ભાઈ આને મુહૂત કાઢી આપ્યુ. ત્યાં ફૂલચંદભાઈ તથા પ્રાધભાઈ સી. વકીલ આવ્યા. ફૂલચ'દભાઈ એ એક સાધ્વીજી માટે મુહૂત પૂછ્યુ', તેા પંચાંગ જોઈને માગશર વદ સાતમ ને ગુરુવારના દિવસ શ્રેષ્ઠ કહ્યો. બીજો એકે દિવસ શ્રેષ્ઠ નથી આવતા, એ પણ કહ્યુ. આ સમયે એમને તેા નહિ, પળ પડખે બેઠેલાઓમાંથી કાઈ નેય ખ્યાલ ન આવ્યા કે સાતમ તા આજે જ છે! એ મુહૂત કઈ રીતે સાધી શકાય ? કદી પણુ, સ્વપ્નમાં ય, સરતચૂક ન કરનાર એ પુણ્ય-પુરુષને પેાતાને પણ આ સરતચૂકના ખ્યાલ ન આવ્યેા. જાણે આ પણ વિધિના કાઈક અકળ સકેત હતેા ! બીજા પણ મુહૂર્ત જોવાનાં હતાં, તે જોઈ આપ્યાં. ગોચરીના સમય થયેા. મને પગે કાંટા વાગેલે. એ કઢાવીને હુ પાછા આવ્યા, એટલે પૂછ્યું : “ કેમ પાછા આવ્યા ?” મેં કાંટાની વાત કરી તેા સમિયાને કહે : “ આને પાટા બાંધી દે.” મે કહ્યું : “ પછી બંધાવીશ.” તા કહે “ ના; પહેલાં બંધાવી લે, ” સમિયાજીએ અળસીના લેપ લગાડી, પાટા આંધવા માંડયો. એ જોઈ ને કહે : “ પાટીય ખરાખર બાંધતા નથી આવડતા. લાવ, હું ખાંધી આપું.” પણ પછી સમિયાજીએ ખરાખર બાંધી દીધેા. અપેારે મારી પાસેથી દશવૈકાલિકની નાની-નવી પુસ્તિકા જોવા લીધી. આખી બરાબર જોઈ ગયા પછી કહે : “તેરાપથીએએ છપાવ્યું લાગે છે. અહુ સારું છે. કેટલી સરસ ને શુદ્ધ છપાઈ છે ! ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy