________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૬૩] સક્રિય પ્રયત્ન કરે, તેને સૌએ તન-મન-ધનથી સહકાર આપી આ આફત જલ્દી દૂર થાય તેમ શાસનદેવને પ્રાર્થના કરવી.
“પ. પૂ. શ્રી સાધુ-સાધ્વીજી મહારાજ તથા શ્રાવક-શ્રાવિકાવર્ગ વધુ પ્રમાણમાં આયંબિલ તપ કરી શાસન ઉપરની આ આફતને દૂર કરવામાં તથા શાસનરક્ષામાં પોતાનો સહગ આપે.
જે જે ગામના સંઘમાં જેટલી સંખ્યામાં આયંબિલ તપ થાય તેના સમાચાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ઝવેરીવાડ, અમદાવાદ તથા જૈન ઉપાશ્રય, પાંજરાપોળ, અમદાવાદને મેકલી આપવા. અમદાવાદ તા. ૩–૧૨–૫
વિજયનંદનસૂરિ” એમની શાસનસેવાની આ તમન્ના કેવી હૃદયસ્પર્શી હતી! માગશર શુદિ ૨:
આજે સવારે વિહાર કરીને સાબરમતી ગયા. ત્યાં અંજનશલાકાને મહોત્સવ ચાલુ હતો. ભવ્ય સામૈયું થયું. મંડપમાં પધાર્યા. હજારોની મેદની હતી. ઉછામણી અને ક્રિયાવિધાન શરૂ થાય, તે પહેલાં શ્રીસંઘની સ્તુતિસ્વરૂપ “નક્ષત્રા ક્ષતિપૂર્તિ” શ્લેક ચાર વાર બોલાવીને ચારે દિશામાં અક્ષત વતી શ્રીસંઘને વધારે કર્યો, પછી મંગલાચરણ કરીને ઉપદેશ આપ્યા. એમના ઉપદેશના એ શબ્દો આજેય કાનમાં ગુંજે છેઃ
સ્ત્રી પ્રતાથ વસ્તુ ચા નિરप्रासादपूजाधुपयोगिनी भवेत् । सपादकोटीमणिना विभूषितं.
हारं यथा श्रीजगडो व्यधापयत् ॥ જ્યારે રાજા કુપારપાળ સંઘ લઈને સિદ્ધાચલજીની યાત્રાએ ગયા છે, ત્યાં સંઘ સાથે યાત્રા કરીને દાદાના દરબારમાં એ બેઠા છે, ને તીર્થમાળની ઉછામણી ચાલે છે. એક બાજુએ રાજા કુમારપાળ ઉછામણી બોલે છે. એની સામે બાહામંત્રી બોલે છે. રાજા બે લાખ બેલે છે, તો મંત્રી ચાર લાખ બેલે છે. એમ કરતાં આઠ લાખ, સોળ લાખ ને બત્રીસ લાખ સેનૈયા બોલાય છે અને ત્યાં ઉછામણ અટકી જાય છે. બત્રીસ લાખ સોનૈયા બાહડ મંત્રી બાલ્યા છે.
એ વખતે એક બાજુએથી અવાજ આવ્યો કે “સવા કોડ સેનિયા!” આ સાંભળીને બધા વિચારમાં પડી ગયા. કેણ બોલે છે, એ જેવા નજર ફેરવી તો એક મેલાઘેલા વેષવાળા ભાઈને જોયા. એમણે સવા કોડ સેર્નયા કહ્યા હતા. એના દેદાર જઈને કુમારપાળે મંત્રીને ઈશારો કર્યો કે કોણ છે એ જરા તપાસી લેજે; કઈ બનાવટી ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org