________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૧૭] ખબર પડી. ઉજવણીની તરફેણ કરનાર વર્ગમાં પણ આ વાતથી અકથ્ય આનંદ છવાયે. પાવાપુરીતીથે ચોમાસું રહેલાં ખરતરગચ્છીય શ્રી કાંતિસાગરજી મહારાજે એક પત્રમાં લખ્યું
દુનિયા આપશ્રીને સર્વાનુમતે સમયજ્ઞ કહે છે તે વાત શતશઃ સત્ય છે. આવા અવસરે આપે દિલ્હી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને શુભ સંદેશ પાઠવી જેનધર્મને
ભો રાખે છે. અમને તો સાંભળી સાંભળીને બહુ આનંદ થાય છે. હૃદય ભરાઈ જાય છે. કેટલી સમયસૂચકતા ! અમે આપશ્રીને શું ધન્યવાદ આપીએ? આખો જૈન સમાજ આપશ્રીને ધન્ય ધન્ય કરે છે.”
એમના નેતૃત્વને બિરદાવતાં જૈન” પત્રે નોંધ કરી
“ઉજવણીના ઝંઝાવાત જેવા અને અવિરત વિરોધની સામે, જૈનપુરી અમદાવાદમાં ચાતુર્માસ રહેવા છતાં આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરિજી મહારાજે જે સ્વસ્થતા, સમતા, શાંતિ, મક્કમતા, નિર્ભયતા, સમયજ્ઞતા, આપસૂઝ, દૂરંદેશી, વિવેકશીલતા અને કુશળતાથી કામ લીધું તે વિરલ અને દાખલારૂપ બની રહે એવી છે; અને એથી જૈનધર્મ અને સંઘની શોભામાં વધારે થવા સાથે રાષ્ટ્રીય અને બિનરાષ્ટ્રીય બંને ધરણની ઉજવણીમાં ખૂબ ઉત્સાહ પુરાયો છે. આવી સમયસૂચકતા દાખવવા બદલ આપણે આચાર્ય મહારાજશ્રીને ઉપકાર માને ઘટે છે.”
વધુ કેટલું વર્ણન કરીએ? છતાં એટલું કહેવા મન લલચાય છે કે વિજયનંદનસૂરિજીનું નેતૃત્વ ન હોત, તો ગુજરાતે ઉજવણને જે લહાવે લઈને ભારતવ્યાપી ઉજવણીમાં પોતાનો સૂર પૂરાવ્યો, તે કદાચ ન પુરાવી શકત.
આ પછી ચિત્ર મહિને ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક આવ્યું. એ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકારની સમિતિ તરફથી સરકારી ધોરણે ભવ્ય કાર્યક્રમ યોજાયે. એમાં પણ શ્રી વિજયનંદનસૂરિજીની આગેવાની રહી. “સમસુત્ત” ગ્રંથનું પ્રકાશન કરીને શેઠ કસ્તૂરભાઈએ એમને સમર્પણ કર્યો, એ દિવસનું એમનું પ્રવચન પણ ખૂબ મનનીય રહ્યું. ઇંદરથી પ્રગટ થતા “તીર્થકર” માસિકના તંત્રી છે. નેમિચન્દ્ર જૈને કહ્યું : “બહુત કાન્તિકારી થા ગુરુમહારાજકા પ્રવચન. મેં મુગ્ધ હૈં ઉસ પ્રવચન પર.”
કાક મહિના પછી વિરોધીઓની પ્રવૃત્તિ વિશેષ નિરંકુશ બની હતી. પણ આ ચિત્ર મહિને તે એમની પ્રવૃતિઓએ મારામારી કરવાની હદ જેટલી માઝા મૂકી હતી !
પણ જે થયું તે સારું થયું. એમની આ નિરકશતાએ જ એસના યુક્તિહીન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org