SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [ ૧૩૭ ] શક્તિ છે. અમુક પ્રદેશમાં આ ઘણાં સારાં કાર્યાં કરાવે છે.’આનાં બે-ત્રણ દૃષ્ટાન્તા રજૂ કરવાનું મન થાય છે. પંજાબકેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જ્યારે જન્મશતાબ્દી ઊજવાઈ ત્યારે એની અનુમાદના કરતાં એમણે લખ્યું: “ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે પંજાબમાં તેમ જ અન્ય દેશમાં શાસનની ઘણી પ્રભાવના કરી હતી. પંજાબમાં, પ. પૂ. શ્રી આત્મારામજી મહારાજે જે ધર્મવૃક્ષનાં ઊંડાં મૂળિયાં રોપેલાં, તેને શ્રી વલ્લભસૂરિજીએ ઉપદેશ-સિચન દ્વારા સારી રીતે વિકસાવ્યું. અને એ વૃક્ષના ફલસ્વરૂપે આજે અનેક ભવ્યાત્માએ લોકોત્તર ધર્મની આરાધના કરી રહ્યા છે. આવા શાસનપ્રભાવક આચાર્યશ્રીની જન્મશતાબ્દી તમે ઊજવી રહ્યા છો, તે જાણી સતાષ અને અનુમાદના થાય છે.” આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી વિરચિત ‘સિરિચ'દરાયચરિય’ના પ્રકાશન-અવસરે પેાતાને આનંદ વ્યક્ત કરતાં એમણે લખ્યું હતું. “ જેમ, પ. પૂ. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશે.વિજયજી મહારાજે રચેલા દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ' ઉપરથી પ. પૂ. મુનિ શ્રી ભેાજસાગરજી મહારાજે સસ્કૃતમાં દ્રવ્યાનુયે ળા' નામે અપૂર્વ ગ્રંથ રચ્યા; તે રીતે, પ. પૂ. પડિતવયં શ્રી માહનવિજયજી મહારાજ-વિરચિત શ્રી ચંદ્રરાજાના રાસ'ના આધારે આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજીએ પ્રાકૃત ભાષામાં ‘વિવાચરિય' ગ્રંથ રચ્યા છે. આ ગ્રંથથી આપણા પ્રાકૃત કથા-ચરિત્ર-સાહિત્યમાં એક મહત્ત્વના ગ્રંથના ઉમેશ થાય છે, એ આપણે માટે આનંદ તેમ જ ગૌરવના વિષય છે. ” શંખેશ્વરતીમાં ગણિવર શ્રી અભ્યુદયસાગરજીની પ્રેરણાથી આકાર પામતા આગમમૉંદિરની પ્રવૃત્તિની એમણે આ રીતે પ્રશસા કરી હતી : ¢¢ પૂજ્ય પડિતવ શ્રી વીરવિજયજી મહારાજે એક ઠેકાણે ફરમાવ્યુ છે કે ‘વિષમ કાળ જિનબિઅ જિનાગમ, ભવિયણકુ આધારા. આ ઉક્તિ આજે યથાર્થ જ નીવડી છે. કલિકાલમાં આપણ સૌને મહાન આધાર અને આલખનભૂત શ્રી વીતરાગ-શાસનના અણુમાલ ખજાનાસ્વરૂપ શ્રી આગમાને ‘યાવરચન્દ્રદિવાકરૌ’ ટકાવી રાખવા માટે તમારા સદુપદેશથી શ્રી શખેશ્વર મહાતીર્થમાં આગમમદિર બંધાય છે, તથા તેમાં તામ્રપત્રોત્ઝીણું ૪૫ આગમા પ્રતિષ્ઠિત કરવાનું વિચાર્યું છે, તે ઘણું જ અનુમેાદનીય કાર્ય છે. આ મ‘ગળકારી કાર્ય માં શ્રી દેવગુરુધમ ની કૃપાથી તમેા સફળ થાવ એવા અમારા શુભાશીર્વાદ છે.” આગમપ્રભાકર શ્રી પુણ્યવેિજયજી મહારાજની ગુણાનુવાદસભા અને આચાર્ય શ્રી કનક ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy