________________
વાત્સલ્યનિા સંઘનાયક
[૧૨] આમ એ ભૂમિનાં ભાગ્ય જાગી ઊઠયાં. જોતજોતામાં ત્યાં શિખરબંધી ભવ્ય જિનમંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું. સં. ૨૦૨૮માં એ તૈયાર થતાં વૈશાખ મહિનામાં અનેરા ઠાઠમાઠ સાથે મૂળનાયક શ્રી શત્રુંજય પાર્શ્વનાથ સહિત સેંકડો જિનબિંબેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી. રહીશાળાના દેરાસરનાં જિનબિંબને પણ એમાં જ પધરાવ્યાં.
શ્રી શત્રુંજય મહાતીર્થની ઉપત્યકામાં શેત્રુંજી ડેમ ઉપર જિનપ્રસાદનું નિર્માણ કરવું, એ શ્રી વિજયનંદનસૂરિજીનું ભવ્ય જીવનસ્વપ્ન હતું. એ સ્વપ્ન આ રીતે સાકાર થયું, ત્યારે એમના આત્માને અવર્ણનીય અને અનિર્વચનીય હર્ષ અને સંતોષ થયે.
૩૭
સંભાવના મામકા-પારકાના વિશાળ સામ્રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી એક વસ્તુ છે. અને આજે તે એનાં દર્શન પણ દેહ્યલાં બન્યાં છે. ગભેદની સંકુચિત વૃત્તિ એક ડગલું આગળ વધીને સમુદાય-ભેદરૂપે વધારે સંકેચ પામે એટલે પછી ભેદવૃત્તિના વેરાન રણમાં સંઘભાવનાની મીઠી વીરડી તો જેવા જ ક્યાં મળે?
પણ, સંઘભાવનાની ગઈકાલ ઠીક ઠીક ઊજળી હતી. ભેદવૃત્તિના રણમાં મીઠી વીરડીસમી સંઘભાવના અણધારી જોવા, જાણવા ને માણવા મળતી. એ મીઠી વીરડીના માલિકની મીઠપ પણ ભારે આનંદ અને સંતોષ આપનારી બનતી.
શ્રી વિજ્યનંદનસૂરિજી આવી જ મીઠી વીરડીના માલિક હતા. એમના હૈયાના અણુઅણુમાં સૌથી વધુ વ્યાપેલી વૃત્તિ સંઘભાવના હતી.
આ વૃત્તિનાં નવલાં અને નરવાં દર્શન એમનાં જીવન અને કાર્યમાં થતાં હતાં. વિ. સં. ૨૦૧લ્માં આવાં દર્શન બે વાર થયાં :
વાત એવી બની કે સં. ૨૦૧૪માં પડી ભાંગેલા તિથિસમાધાનની વાત વિ. સં. ૨૦૧લ્માં પાછી ઉપસ્થિત થઈ. સમાધાન થાય તેવી શક્યતાઓ જોકે તેઓશ્રીને નહોતી દેખાતી; તો પણ તેના પ્રયત્ન સામા પક્ષ તરફથી જ પ્રારંભાયા હતા; શેઠ કસ્તૂરભાઈને પણ સફળતાની આશા જન્મી હતી, એટલે આ અંગે એમનું માર્ગદર્શન જ્યારે માંગવામાં આવ્યું, ત્યારે એમણે સં. ૨૦૧૩માં, ૨૦૧૪માં સંમેલન શરૂ થતાં પૂર્વે,
१७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org