________________
[૧૨]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ અમદાવાદ ઘીકાંટા પર શેઠ અંબાલાલ સારાભાઈનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું દેરાસર હતું. એ દેરાસર તેમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દીધું હતું. પેઢીને વિચાર થયું કે આ દેરાસર અહીંથી ઉપાડી લેવું. આની ખબર શ્રી વિજયનંદસૂરિજીને પડતાં તેમણે પેઢીના વહીવટદારોને તેમ ન કરવા સમજાવ્યા. એમનું સૂચન પેઢીએ માન્ય રાખ્યું અને એ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો; પછી, સં. ૨૦૨૩માં એની પ્રતિષ્ઠા પણ શ્રી વિજયનંદનસૂરિજીના હાથે જ કરાવી. આજે એ દેરાસરનો મહિમા અને એની જાહોજલાલી અદ્દભુત, અપૂર્વ છે. અમદાવાદમાં શાંતિનાથની પિળના કાષ્ટની નાજુક, અવિરમણીય કોતરણીથી દર્શનીય સ્થળ તરીકેની પ્રસિદ્ધિ પામેલા શ્રી શાંતિનાથપ્રભુના દેરાસરનો જીર્ણોદ્ધાર પૂરો થતાં શેઠ નરોત્તમભાઈ મયાભાઈ વગેરેની વિનતિથી તેની પ્રતિષ્ઠા પણ કરાવી.
દોશીવાડાની પોળ (અમદાવાદ)ના પરમ પ્રભાવશાલી શ્રી ભાભાપાશ્વનાથના દેરાસરની પણ પ્રતિષ્ઠા કરાવી.
સં. ૨૦૨૬માં લાલાભાઈની પિળના શ્રી વિમળનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર પરે, થતાં માગશર મહિને તેની પ્રતિષ્ઠા કરાવી.
કલકત્તામાં કાર્તકી પૂનમે જેનોની અતિશય ભવ્ય એવી રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં રથમાં બિરાજમાન કરવા માટે ધાતુની નાની પ્રતિમાની જરૂર ઊભી થઈ. એવી એક પ્રતિમા લાલાભાઈની પોળના દેરાસરે હતી. શ્રી વિજયનંદનસૂરિજીના પરમ અનુરાગી અને કલકત્તા સંઘના પ્રમુખ શેઠ સવાઈલાલ કેશવલાલને એ પ્રતિમા ખૂબ ગમી. ને તેમણે એની માંગણી કરી. શ્રી વિજયનંદસૂરિજીની અનુજ્ઞા મેળવીને સલત ફુલચંદભાઈ છગનલાલે એ પ્રતિમાં કલકત્તા સંઘને સમર્પણ કરી.
આ પછી શેઠ સવાઈલાલને થયું કે, હું પણ આવી પ્રતિમા કેમ ન ભરાવું? વિચાર થય ને તેઓ અમદાવાદ આવ્યા. એમણે શ્રી વિજયનંદસૂરિજીને કહ્યું: “મારે આવી પ્રતિમા ભરાવવી છે. કઈ રીતે થાય?”
આચાર્યશ્રીએ કહ્યું : “અંજનશલાકા કરાવવી પડે.”
સવાઈલાલભાઈ કહેઃ “મારે પ્રતિમાજી ભરાવવાનાં નકકી, પણ આપ અંજનશલાકા કરી આપતા હો તો. જ્યારે આપની અનુકૂળતા હોય ત્યારે ફરમાવજે.”
એમને ઉત્સાહ અને ઉત્તમ ભાવે જોઈને શ્રી વિજયનંદનસૂરિજીને પણ ઉત્સાહ થયો. એમણે કહ્યું : “તમે અંજનશલાકા કરાવવા માંગતા હો, તે પછી તમારી એક નહિ, ચોવીશેય જિનેશ્વરેની ચોવીશ મૂર્તિઓ જ ભરાવવાની.”
સવાઈલાલને કબૂલ જ હતું. એ કહેઃ “આપ જે કહે તે તહત્તિ. પણ શરત મારી એક જ કે તે આપે કરી આપવાના.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org